તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુરનો યુવાન મહારાષ્ટ્રની હેલ રેસ મેરેથોનમાં 8 કલાકમાં 50 કિ.મી. દોડ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • મેરેથોનમાં રવિ રાઠવા છઠ્ઠા ક્રમે આવ્યો  
છોટાઉદેપુરઃ મહારાષ્ટ્રમાં વિશ્વાસ સિંધુ સંસ્થા દ્વારા યોજાયેલી મેરેથોનમાં છોટાઉદેપુરનો રવિકુમાર કિરીટભાઇ રાઠવા(19)એ માત્ર 8 કલાકમાં 50 કિ.મી.ની દોડ પૂર્ણ કરી હતી. રવિકુમારે આ મેરેથોન જુદા-જુદા ડુંગરો ઓળંગીને પૂર્ણ કરી હતી.  

વિશ્વાસ સિંધુ સંસ્થા દ્વારા યોજાયેલી મેરેથોનમાં 20થી 75 કિ.મી. સુધી દોડ હોય છે. જેમાંથી રવિ રાઠવાએ 50 કિ.મી.ની દોડ પસંદ કરી હતી. સામાન્ય રીતે આ મેરેથોન 10 કલાકમાં પૂર્ણ કરવાની હતી. પરંતું રવિએ માત્ર 8 કલાકમાં જ દોડ પૂર્ણ હતી. મેરેથોનના 22 સ્પર્ધકોમાંથી 9 સ્પર્ધકો જ દોડ પૂર્ણ કરી શક્યા હતા.  

હેલ રેસ મેરેથોન મહારાષ્ટ્રના નાસિક પાસે આવેલા ભંદરધારા ગામથી શરૂ થઈ હતી. જેમાં મહારાષ્ટ્રના એવરેસ્ટ ગણાતા કલસૂબાઈ નામનો પહાડ ચઢવાનો હતો. જેને ખૂબ જ મુશ્કેલ ગણવામાં આવે છે. આ પહાડ પસાર કરી બીજા પહાડ ઉપર જવાનું હતું. આ રેસને સ્થાનિક લોકો નર્કની રેસ તરીકે ઓળખે છે. બપોરના સમયે સીધા તાપમાં દોડવું ઘણું કઠિન છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો