અંકલેશ્વર પંથકમાં ગરમીને પગલે કેરીનો પાક નિષ્ફળ જવાની ભીતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર: અંકલેશ્વર પંથકમાં ગરમીને લઇ કેરીનો પાક નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઇ છે. અચાનક વધેલી ગરમીથી આંબા પર મોર બળી રહ્યો છે. ઠંડીની સિઝનમાં મબલખ મોર આવ્યા બાદ કેરી આવવાની શરૂઆત થતા જ ગરમી વધતા સર્જાયેલી સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે પડતા પર પાઠું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 
 
બે-ત્રણ વર્ષોથી કેરીના પાકને કુદરતી આફતોને લઇને નુકશાન 
અંકલેશ્વર તાલુકામાં જુના દીવા, બોરભાઠા, આવાડર, જીતાલી, નવાગામ કરારવેલ, સેંગપુર જેવા ગામડાઓમાં હાલમાં કેરીઓનો મતલબ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ પેદા થઇ છે. જેનું કારણ ગ્લોબલ વોર્મિંગ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. 42 ડિગ્રી ઉપર ગરમીનો પારો જતા જ આંબા પરનો મોર ઝાડ પર જ બળી જવાની સાથે સાથે ખરી રહ્યો છે. જેને લઇને કેરીનો પાક નિષ્ફળ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે. જે કેરી લાગી છે. તે ઝાડ પર જ પાકી જવાની સ્થિતિ ઉદ્દભવી છે. અંકલેશ્વરનું કેરીનું વાર્ષિક ટન ઓવર સિઝનમાં 4થી 5 કરોડ જેટલું થાય છે. જે પૈકી 1.50 કરોડ ઉપરાંતની સારી ક્વોલીટીની કેરી વિદેશમાં પણ જાય છે. પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષોથી કેરીના પાકને કુદરતી આફતોને લઇ નુકશાન પહોંચી રહ્યું છે.  

કેરીના પાકને નુકશાનને પગલે ખેડૂતો ચિંતિત બન્યા
ગત સિઝન કરતા ચાલુ વર્ષે આંબે મોર સૌથી સારો લાગ્યો હતો. જેને લઇ મબલખ પાક આવવાની વરતારો હતો. પરંતુ એપ્રિલ બેસતા જ ગરમી અતિશય વધી જતા આંબાની મંજરી ખરી રહી છે. જેને લઇ પાકને વ્યાપક નુકશાન થઇ રહ્યુ છે.
-જમિયતભાઈ પટેલ, ખેડૂત 

ગરમીને લઇને કેરીનો પાક નિષ્ફળ થયો
અચાનક વધેલી ગરમીને લઇ કેરીનો ઉભો પાક બળી રહ્યો છે. તેની મંજરી આબે ગણી જવાની સાથે ખરી રહી છે. છેલ્લા 4 સીઝનથી કેરીને ગ્લોબલ વોર્મિંગની અસરથી ઠંડી અને ગરમીને લઇને નુકશાન થઇ રહ્યું છે. 
-વિઠ્ઠલભાઈ પરમાર, ખેડૂત 

અન્ય સમાચારો પણ છે...