વડોદરા: કલેક્ટર કચેરી ખાતે લોકસભા ચૂંટણી માટે ભરવામાં આવેલા ઉમેદવારી પત્રોની સ્ક્રુટીની હાથ ધરાઇ હતી. જેમાં અપક્ષ ઉમેદવાર ડો. રાહુલ વ્યાસે ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટે રજૂ કરેલી એફિડેવિટમાં વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે, વર્ષ-2015-16માં જેટલી આવક ઉપર રિટર્ન ભર્યું હતું. એના કરતા વધુ કિંમતનું મકાન ખરીદવામાં આવ્યુ છે.
સ્ક્રુટીની સમયે ભાજપ-કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા
વડોદરા લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ સુધીમાં 20 ફોર્મ ભરાયા હતા. જે ઉમેદવારી પત્રોની સ્ક્રુટીની આજે મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે હાથ ધરી હતી. સ્ક્રુટીની સમયે ભાજપ તરફથી ભરત ડાંગર, કોંગ્રેસમાંથી શૈલેષ અમીન, ભાજપના ડમી ઉમેદવાર યોગેશ પટેલ અને કોંગ્રેસના સાગર બ્રહ્મભટ્ટ (કોકો) સહિત અપક્ષ ઉમેદવારો હાજર રહ્યા હતા.
અમારી સત્તામાં નથી, તેમ જણાવી વાંધો ફગાવ્યો
અપક્ષ ઉમેદવાર ડો. રાહુલ વ્યાસે ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટે રજૂ કરેલા એફિડેવિટ સામે વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે, તેઓએ એફિડેવિટમાં રજૂ કરેલી મિલકતો શંકા ઉપજાવે છે. જોકે, ચૂંટણી અધિકારીએ એફિડેવિટ સાચુ છે કે ખોટું છે. તે જોવાની સત્તા અમારી નથી. તેમ જણાવી અપક્ષ ઉમેદવારનો વાંધો ફગાવી દીધો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.