તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીન મામલે છેતરપિંડી કરનાર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને તેમના પુત્રની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાઃ જમીન વેચ્યા બાદ પરિવારના જ સભ્યને વારસદાર તરીકે ઉભો કરીને જમીન ખરીદનાર સાથે છેતરપિંડીના કેસમાં રાવપુરા પોલીસે વડોદરા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુ પટેલ અને તેના પુત્ર મયુર પટેલની ધરપકડ કરી છે. 

જમીન માલિકોએ વારસદાર ઉભો કરીને છેતરપિંડી કરી
વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલી 78, ભાવના પાર્ક સોસાયટીમાં ચિમનભાઇ ઉર્ફ ચમનભાઇ બેચરભાઇ પટેલ પરિવાર સાથે રહે છે. તેઓએ હરણી જીવાભાઇ ફાર્મમાં રહેતા વડોદરા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુભાઇ જીવાભાઇ પટેલ, અને નારણભાઇ વિઠ્ઠલભાઇ પટેલની હરણી રે.સર્વે નંબર-41 વાળી 5160 ચો.મી. અને રે.સર્વે નં-42વાળી 5666 ચો.મી. જમીન 29-8-2003 થી 21-11-2013 દરમિયાન રૂપિયા 10,90,000માં વેચાણ દસ્તાવેજ કરીને ખરીદી હતી. વેચાણ દસ્તાવેજમાં જમીન માલિકોએ જણાવ્યું હતું કે, આ જમીનમાં કોઇ વારસદાર કે હિસ્સેદાર નથી.

એક આરોપીની શોધખોળ શરૂ

જમીન ખરીદનાર ચિમનભાઇ ઉર્ફ ચમનભાઇ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વિનુભાઇ પટેલ અને નારણભાઇ પટેલે વધુ નાણાં પડાવવા માટે આ જમીનમાં મયુર વિનુભાઇ પટેલને વારસદાર તરીકે ઉભો કરી કોર્ટમાં દાવો કરાવ્યો હતો. અને ત્યારબાદ રાવપુરા પોલીસ મથકમાં ખોટા જવાબો રજૂ કર્યા હતા. આ ત્રિપુટીએ અમારી પાસેથી જમીન પેટે વધુ નાણાં પડાવવા માટે અમોને જમીન વેચી દીધી હોવા છતાં પરિવારના જ મયુર વિનુભાઇ પટેલને વારસદાર તરીકે ઉભો કરી અમારી સાથે છેતરપિંડી કરી ઠગાઇ કરી છે. રાવપુરા પોલીસે આ કેસમાં આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...