તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા એરપોર્ટથી કાર્ગો સેવા શરૂ કરવા એક્ઝીમ ક્લબની માગણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા એરપોર્ટ - Divya Bhaskar
વડોદરા એરપોર્ટ

વડોદરાઃ અમદાવાદ એરપોર્ટથી એક મહિને 2200 ટન એર કાર્ગો વિદેશમાં જાય છે. જે પૈકી 800 ટન કાર્ગો વડોદરા અને આસપાસના વિસ્તારનું હોય છે. વડોદરા એરપોર્ટ ખાતે કાર્ગો સેવા અથવા કસ્ટમ ક્લિયરન્સ શરૂ થાય તો સમગ્ર વિસ્તારને ફાયદો થાય તેમ એક્ઝીમ ક્લબ દ્વારા જણાવી ફરી એક વખત એેર કાર્ગોની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. એક્ઝીમ ક્લબ 9મી એપ્રિલે રજત જયંતી વર્ષ ઉજવશે. 

કેન્દ્રની લગભગ તમામ સેવા ઓનલાઇન થઇ છે
વડોદરા શહેરના અલકાપુરી સ્થિત એક્ઝીમ ક્લબનાં 25 વર્ષ પૂરાં થયાં છે. ઇમ્પોર્ટ-એક્સપોર્ટ અંગે સેવા, સહાય અને શિક્ષણનું કામ કરી રહેલી આ સંસ્થા દ્વારા આગામી 9મી એપ્રિલે ઉજવાનાર રજત જયંતી મહોત્સવમાં મુંબઇના વક્તા સુધાકર કસ્તુરે દ્વારા માર્ગદર્શન અપાશે. આગામી સમયમાં એક્સપોર્ટર્સ દ્વારા ગ્લોબલ બદલાવને ધ્યાનમાં રાખી પોતાની પ્રોડક્ટમાં બદલાવ કરવા પડશે. વડોદરા મેન્યુફેક્ચર હબ છે અને અત્રેના ઉત્પાદકોએ સમય મુજબ બદલાવું પડશે તેમ ભાર મૂક્યો હતો. પત્રકાર પરિષદમાં સંસ્થાના ચંદ્રેશ શાહ, વિજય શાહ અને રાજ નાયર સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. એક્ઝીમ ક્લબના સભ્યો દ્વારા જણાવાયું હતું કે, કેન્દ્રની લગભગ તમામ સેવા ઓનલાઇન થઇ છે. અગાઉ કસ્ટમમાં જે સામાન 48 દિવસમાં નહોતો આવતો તે હવે 48 કલાકમાં આવી જાય છે. 

વડોદરામાં 100 કરોડનું એક્ઝીમ ભવન બનશે 
ઓલ ઇન્ડિયા લેવલ પર એક્ઝીમ ક્લબ કાર્યરત છે. ત્યારે આગામી સમયમાં દેશમાં પાંચ જગ્યાએ એક્ઝીમ ભવન બનાવવા સરકારની યોજના છે. જે પૈકી વડોદરામાં રૂ. 100 કરોડના ખર્ચે એક્ઝીમ ભવન બનશે તેવી આશા વ્યક્ત કરાઇ હતી.