તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા નજીક કેલનપુર પાસે યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા તે રહસ્ય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા નજીક કેલનપુર પાસે યુવતીનો મૃતદેહ મળ્યો હતો - Divya Bhaskar
વડોદરા નજીક કેલનપુર પાસે યુવતીનો મૃતદેહ મળ્યો હતો
  • યુવતીનું પ્રેમપ્રકરણમાં મોત નીપજ્યું હોવાનું કેલનપુરમાં ચર્ચા
  • રહસ્યમય મોતનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ

વડોદરા: વડોદરા શહેર નજીક કેલનપુર ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇનની પાછળ ઝૂંપડામાં એકલી રહેતી યુવતીની આજે સવારે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ યુવતીના આગામી 10 ફેબ્રુઆરીએ બોડેલી ખાતે રહેતા યુવાન સાથે લગ્ન થવાના હતા. યુવતીના લગ્ન થવાના એક માસ પૂર્વે જ રહસ્યમય મોત નીપજતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આ રહસ્યમય મોતમાં હત્યાની આશંકા સેવાઇ રહી છે. 

વડોદરા નજીક આવેલા કેલનપુર નજીક ઝુંપડામાં રહેતી 20 વર્ષિય જસુમતીબહેન જયંતિભાઇ તડવી ચશ્મા બનાવતી કંપનીમાં નોકરી કરતી હતી. તેના પરિવારજનો કેલનપુર ગામમાં રહેતા હતા. આજે સવારે ગામમાં રહેતી તેની બહેન રેલવે સ્ટેશન પાછળ ઝૂંપડામાં એકલી રહેતી જસુમતીને મળવા આવી હતી. ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. બહેને દરવાજો ખોલીને જોતા જસુમતીની લાશ પડી હતી. કોઇએ જસુમતીનું ચણિયાના નાડાથી ટૂંપો આપીને હત્યા કરી હોવાની બહેનને શંકા જતા તુરંત જ તેણે ગામમાં રહેતા પરિવારજનોને જાણ કરી હતી. 

યુવતીના રહસ્યમય મોત અંગે વરણામા પોલીસને થતાં તુરંત જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને લાશનો કબજો લઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે જસુમતીબહેન તડવીના રહસ્યમય મોતના બનાવનો ભેદ ઉકેલવા બે વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. જોકે, હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત સુધીમાં જસુમતીબહેનના મોત પરથી પડદો ઉંચકાય તેવી શક્યતાઓ છે. 

અન્ય સમાચારો પણ છે...