લોકસભા / મધુ શ્રીવાસ્તવને 23 એપ્રિલ સુધી વડોદરા બેઠકના વિસ્તારમાંથી બહાર કરવા કોંગ્રેસની ચૂંટણી પંચના નિરીક્ષકને રજૂઆત

વડોદરા શહેર કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ અમીન અને દિલ્હીથી આવેલા નિરક્ષક શર્મિષ્ઠા મૈત્રા
વડોદરા શહેર કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ અમીન અને દિલ્હીથી આવેલા નિરક્ષક શર્મિષ્ઠા મૈત્રા

  • મતદારોને ધમકી આપવાના મામલે કોંગ્રેસની ચૂંટણી પંચના નિરીક્ષકને રજૂઆત
  • કાર્યવાહી નહીં થાય તો ચૂંટણી કમિશનર સામે આંદોલન કરવાની ચીમકી 

DivyaBhaskar.com

Apr 16, 2019, 02:27 PM IST

વડોદરા: વડોદરા લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ વાઘોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે વાઘોડિયા અને સાવલી વિધાનસભા બેઠકના દિલ્હીથી આવેલા નિરક્ષક શર્મિષ્ઠા મૈત્રાને રજૂઆત કરી હતી. વડોદરા શહેર કોંગ્રેસના પ્રવક્તા અને વકીલ શૈલેષ અમીને મધુ શ્રીવાસ્તવને તા.23 એપ્રિલ સુધી વડોદરા લોકસભા બેઠક વિસ્તારમાંથી દૂર કરવા માટે લેખિત રજૂઆત કરી હતી.

કાર્યવાહી ન થાય તો 18 અને 19 એપ્રિલે આંદોલન કરશે
વડોદરા શહેર કોંગ્રેસના પ્રવક્તા અને વકીલ શૈલેષ અમીને નિરીક્ષકને જણાવ્યું કે, જાહેરમાં મતદારોને ધમકી આપનાર મધુ શ્રીવાસ્તવ સામે કોઇ ઠોસ કાર્યવાહી નહીં થાય. તો મુક્ત અને ન્યાયિક ચૂંટણી થવી શક્ય નથી. કોંગ્રેસ પ્રવક્તા શૈલેષ અમીને પત્રકારોને જણાવ્યું હતું કે, જાહેરમાં મતદારોને ધમકી આપનાર વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના કેસમાં ભીનુ સંકેલી રહી છે. પરંતુ જો તેઓને વડોદરા લોકસભા બેઠક મતવિસ્તારમાંથી ચૂંટણી સુધી દૂર કરવામાં નહીં આવે તો. હું તા.18 અને 19 એપ્રિલના રોજ ચૂંટણી અધિકારી સામે આંદોલન કરીશ.

X
વડોદરા શહેર કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ અમીન અને દિલ્હીથી આવેલા નિરક્ષક શર્મિષ્ઠા મૈત્રાવડોદરા શહેર કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ અમીન અને દિલ્હીથી આવેલા નિરક્ષક શર્મિષ્ઠા મૈત્રા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી