તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાના 13 ઉમેદવારોમાં કોગ્રેસના પ્રશાંત પટેલ સૌથી ધનિક, 2.98 કરોડની સંપત્તિના માલિક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ - Divya Bhaskar
કોગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ

વડોદરાઃ વડોદરા લોકસભા બેઠક પર 13 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. ચૂંટણીમાં ઉતરતા પહેલા ઉમેદવારો તરફથી પોતાની અને પોતાના પરિવારની જંગમ અને સ્થાવર મિલકતો એક એફિડેવિટ કરી ચૂંટણી અધિકારીને આપતા હોય છે. જે એફિડેવિટના આધારે જોવા જઈએ, તો 2019ની લોકસભાની ચૂંટણીમાં કોગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ રૂ.2.98 કરોડની મિલકત સાથે સૌથી ધનિક ઉમેદવાર બન્યાં છે. જ્યારે અપક્ષ તરીકે લડતા સંતોષ સોલંકી રૂ.8.47 લાખ સાથે સૌથી ઓછી મિલકત ધરાવનાર ઉમેદવાર રહ્યાં છે. 

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારની સંપત્તિમાં 4.40 લાખનો તફાવત છે
લોકસભાની ચૂંટણીમાં સીધો જંગ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ અને કોગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ વચ્ચે રહેશે, ત્યારે ભાજપ અને કોગ્રેસના ઉમેદવાર વચ્ચે મિલકતની વાત કરીએ પ્રશાંત પટેલની મિલકત રૂ.2.98 કરોડ અને રંજનબેન ભટ્ટની મિલકત રૂ.2.94 કરોડ થવા જાય છે. આમ બંને ઉમેદવારની મિલકત વચ્ચે રૂ.4.40 લાખનો તફાવત આવે છે. બંને ઉમેદવારોની મિલકતોમાં પ્રશાંત પટેલ પાસે રૂ.4.15 લાખના વાહનો છે, તો બીજી તરફ રંજનબેન પાસે એક પણ ફોર વ્હિલર નથી.પરંતું 70 હજારના ટુ વ્હિલરોનો સમાવેશ થાય છે. રંજનબેન અને તેમના પતિ ધનંજયભાઇ પાસે રૂ. 21 લાખનું 70 તોલા સોનું છે. જ્યારે પ્રશાંતભાઈ અને પત્નિ ફાલ્ગુનીબેન પાસે રૂ.12.90 લાખનું 43 તોલા સોનું રહેલું છે.  જ્યારે થાપણોની વાત કરીએ તો રંજનબેન પાસે રૂ.53.28 લાખની થાપણો છે,તો બીજી તરફ પ્રશાંત પટેલ પાસે કોઈ થાપણો નથી. 

લોકસભા ચૂંટણી લડનારા 13 ઉમેદવારોની મિલકતો 
1) પ્રશાંત પટેલ - 2,98,67,005
2) રંજનબેન ભટ્ટ - 2,94,26,427
3) રાહુલ વ્યાસ - 2,09,24,425
4)કાલીદાસ પટેલ - 1,49,10,000
5) મધુસુદનભાઈ રોહિત - 90,24,000
6)યાસીનઅલી પોલરા - 33,63,000
7)સુભાસસિંગ જાટ - 29,25,000
8)રીન્કુ ગોહિલ - 28,99,350
9) નિમેશ પટેલ - 26,79,190
10)મહેબુબખાન સિંધી - 26,51,000
11)મોહસીમમીયાં સૈયદ - 21,35,000
12)તપન દાસગુપ્તા - 11,77,943
13)સંતોષ સોલંકી -8,47,232