તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનને CM રૂપાણીએ ફ્લેગ ઓફ કરાવ્યું, LRD પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો - Divya Bhaskar
વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
  • 5 કિ.મી., 10 કિમી., 21 કિ.મી. અને 42 કિ.મી.ની 4 કેટેગરીમાં મેરથોન યોજાઇ
  • 1950 દિવ્યાંગો, 70 આંતરરાષ્ટ્રીય દોડવીરો સહિત 99 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું
  • 60 જેટલા અગ્રણી લોકો મેરેથોનમાં મશાલ લઇને દોડ્યા
વડોદરાઃ વડોદરા ઇન્ટનેશનલ મેરેથોનને CM વિજય રૂપાણીએ આજે સવારે પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વડોદરા સહિત વિશ્વભરના દોડવીરોએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે યોજાનારી LRDની પરીક્ષાના ઉમેદવારોને હું શુભેચ્છા આપુ છું. આ ઉપરાંત એઇમ્સ માટે વડોદરાના ધારાસભ્યોએ જે રજૂઆત કરી હતી. તેને અમે ધ્યાને લીધી છે. જેને અનુલક્ષીને હવે વડોદરાની સરકારી હોસ્પિટલોને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન લોકોમાં ઉત્સાહ, ઉંમગ અને જુસ્સો વધારે છે. વડોદરાવાસીઓને હું નવા વર્ષની શુભેચ્છા આપુ છું. એક સાથે વડોદરા બધાને સાથે લઇને દોડતુ હોય ત્યારે, સૌનો સાથ સૌનો વિકાસની પ્રતિતી કરાવે છે. મેરેથોનમાં આજે દિવ્યાંગો, સિનિયર સિટીઝનો અને નામાંકિત વ્યક્તિઓ એક સાથે દોડ્યા છે. વડોદરામાં યોજાતી મેરેથોન, રમત-ગમત ઉત્સવ, વાઇબ્રન્ટ જેવા કાર્યક્રમોથી ગુજરાત ધબકતુ રહે છે. સંસ્કારનગરી વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે મજબૂતી આપીને વિકાસની હરણફાળ ભરી છે.   

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડોદરાએ દુનિયામાં આગવી ઓળખ ઉભી કરી છે. વડોદરા, રાજકોટ, સુરતમાં જે રીતે વિકાસ વધી રહ્યો છે. તેની આ સાક્ષી પુરે છે. આપના બધાના સહિયારા પ્રયાસોથી વડોદરા સહિત ગુજરાત વિકાસ કરી રહ્યું છે. આજે મેરેથોનમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઇ રહ્યાં છે, તે બતાવે છે કે, લોકો વિકાસ ઇચ્છી રહ્યા છે. વડોદરા મેરેથોન ગુજરાતનું રોલ મોડેલ બની ગઇ છે.   

મેરેથોન અને એલઆરડી પરિક્ષાને અનુલક્ષી 6 ડીસીપી, 10 એસીપી, 25 પીઆઇ, 100 પીએસઆઇ, 1500 પોલીસ કર્મીઓ, 400 ટીઆરબી જવાનો અને 900 હોમગાર્ડનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મેરેથોનના રૂટમાં એક તરફનો રસ્તો બંધ રખાયો છે અને લોકોને અગવડ ના પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવાઇ છે. એલઆરડી પરિક્ષામાં 45 હજાર ઉમેદવારો જુદા જુદા જીલ્લાઓમાંથી આવશે અને મેરેથોન રૂટ પર ઘણા પરિક્ષા કેન્દ્રો આવેલા હોવાથી પરિક્ષાર્થીને પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચવામાં કોઇ તકલીફ ના પડે તે માટે શહેર પોલીસે 10 હેલ્પડેસ્ક સેન્ટર શરૂ કર્યા છે, જેમાં 4 પોલીસ જવાન બાઇક સાથે તથા 1 જીપની વ્યવસ્થા કરાઇ છે. 

અન્ય સમાચારો પણ છે...