વિરોધ / ચીનની અવળચંડાઇ સામે વડોદરામાં NSUIના કાર્યકરોએ ચીન અને પાકિસ્તાનના ફ્લેગ સળગાવ્યા

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 04:45 PM
X

  • કાર્યકરોએ ચીન અને પાકિસ્તાનને ફ્લેગને પગથી કચડ્યા

વડોદરાઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને વીટો વાપરીને પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના વડા મસુદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર થવાથી બચાવી લીધો હતો. જેના વિરોધમાં વડોદરામાં આજે NSUI દ્વારા પાકિસ્તાન અને ચીનનો ફ્લેગ સળગાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

મોદી ચીનને જવાબ આપે તેવી માંગ

1.પાકિસ્તાન અને ચીન ભારત સામે તમારી કોઇ ઓકાદ નથી, તેવા સૂત્રોચ્ચાર કરતા NSUIના કાર્યકરોએ જણાવ્યું હતું કે, પીએમ મોદી જ્યારે અમદાવાદમાં રિવરફ્રન્ટ ચીનના પ્રમુખ શી જિનપિંગને હિંચકે ઝુલાવ્યા હતા, ત્યારે હવે મોદીએ ચીનને વળતો જવાબ આપવો જોઇએ. અને ધોર નિંદ્રામાં ઊંધતા મોદી જલદીથી જાગે અને ચીનની અવળચંડાઇ સામે જવાબ આપે તેવી અમારી માંગણી છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App