તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એર સ્ટ્રાઇક બાદ નર્મદા ડેમ, અને ગુજરાત રિફાઇનરીની સુરક્ષામાં વધારો, પોલીસનું સઘન ચેકિંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ દ્વારા શંકાસ્પદ જણાતા વાહનોનું હાઇવે પર ચેકિંગ
 • રેલવે સ્ટેશન, એસ.ટી. ડેપો, હોટેલ્સ સહિત વિવિધ સ્થળોએ ચેકિંગ કરાયું
વડોદરા: જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ વાયુ સેના દ્વારા આજે એલઓસી પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેને પગલે સમગ્ર ગુજરાતમાં હાઇ એલર્ટ કરાયું છે, ત્યારે વડોદરા શહેર પોલીસ અને વડોદરા રેન્જ દ્વારા પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અને વડોદરા શહેર નજીક આવેલા ગુજરાત રિફાઇનરી સહિતના ઉદ્યોગો અને કેવડિયા ખાતે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. 

એલઓસી પર વાયુ સેનાએ કરેલા હુમલાના પગલે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને આઇ.જી.પી. અભય ચુડાસમા દ્વારા પોલીસ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત શહેરના માંડવી ખાતે જઇને ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. આ સાથે શહેર નજીક આવેલા મોટા ઉદ્યોગો ગુજરાત રિફાઇનરી, આઇ.પી.સી.એલ., હેવી વોટર પ્લાન્ટ ખાતે સુરક્ષા વધારી દેવામાં હતી. આ સાથે કંપનીઓના સત્તાધિશોને પણ સુરક્ષા બાબતે સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત કેવડિયા કોલોની ખાતે આવેલા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે કેવડિયા તરફ જતા વાહનોનું પણ પોલીસ દ્વારા કડક ચકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

વડોદરા શહેર-જિલ્લા પોલીસ તંત્ર દ્વારા શહેરમાં તેમજ હાઇવે ઉપર શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હાઇવે અને શહેરની હોટલો, એસ.ટી. ડેપો જેવી ભીડવાળી જગ્યાઓ પર ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. રેલવે તંત્ર દ્વારા પણ વડોદરા સ્ટેશન ઉપરથી પસાર થતી ટ્રેનોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે સ્ટેશન ઉપર શંકાસ્પદ જણાતા મુસાફરોના સામાનનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના 11 એન્ટ્રી પોઇન્ટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. અને ચાર દરવાજા વિસ્તારમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને હાઇ એલર્ટને પગલે વડોદરા શહેર પોલીસ એલર્ટ થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો