તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરામાં વિવિધ સંગઠનોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી, વાયુ સેનાની કામગીરીને વધાવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના 12 દિવસ બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં હુમલો કરીને આપેલા જવાબને શહેરીજનોએ વધાવી લીધો છે. એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા ફટાકડા ફોડીને ભારતીય વાયુસેનાની કામગીરીને વધાવી લીધી હતી. 

ભારતીય સેનાનું મનોબળ વધારવા માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે આજે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડીને વાયુ સેનાની કામગીરીને વધાવશે.

વિદ્યાર્થી અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ હવે પછી માથું ન ઉંચકે તે રીતે આજે ભારતીય વાયુ સેનાએ આજે જવાબ આપ્યો છે. ભારતીય વાયુ સેનાએ 40 શહીદોની સામે 350 આતંકવાદીઓનો ખાતમો બોલાવીને જે જવાબ આપ્યો છે. તેનાથી સમગ્ર દેશની પ્રજા ખુશ છે. 

વાઘોડિયા ખાતે યુવા સંગઠન દ્વારા ભારતીય સેનાએ હવાઇ હુમલા કરીને પુલવામા આતંકવાદી હુમલાના લીધેલા બદલાને ફટાકડા ફોડી વધાવી લીધો હતો. યુવાનોએ જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે આતંકવાદી હુમલાઓ થાય ત્યારે આ રીતે જ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓને જડબાતોડ જવાબ ભારતે આપવો જોઇએ. દેશની જનતા ભારતીય સેના સાથે જ છે. અને તેઓની કામગીરીને સલામ છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો