તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં BMWએ 2 વાહનોને અડફેટે લીધા, ચાલક કાર મૂકી ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જાતા એક મોપેડ આખી કાર નીચે ઘુસી 
  • અન્ય એક કારને અડફેટે લીધા બાદ કાર ધડાકાભેર થાંભલામાં અથડાઇ

વડોદરા: અમદાવાદથી રિપેરીંગ માટે આવેલી બીએમડબ્લ્યુ કાર લઈ સેરસપાટા માટે નીકળેલા ગેરેજવાળાએ અલકાપુરી રોડ પર આજે બપોરે 3 વાગે સામેથી બાઈક પર આવતા ભાઈ-બહેનને ઉડાવ્યા હતા. ઇન્શ્યોરન્સ એજન્ટને મળીને પરત ફરી રહેલા આ ભાઈ બહેનને કાર ની ટક્કર વાગતા બંને પૈકી બહેન હવામાં 10 ફુટ સુધી ફંગોળાઈ હતી, જ્યારે ભાઈ ના પગ પરથી કાર નું પૈડું ફરી વળતા બંનેને અત્યન્ત ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 


 ડભોઇ રોડ સ્થિત પ્રતાપનગર સોસાયટીના આશિષ કવૈયા (ઉં.વ.27) અને તેની બહેન જયશ્રી કવૈયા (ઉં.વ.24) અલકાપુરી વિસ્તારમાં આવેલી એમ.કે હાઇસ્કુલ પાસેથી પસાર થઇ રહ્યા હતા તે જ સમયે સામેની તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા એક બી.એમ.ડબલ્યુ એક્સ-5 કારે ભાઈ બહેનને અડફેટે લીધા હતા.  અકસ્માત સર્જ્યા બાદ કાર નો ચાલક કાર મૂકીને નાસી છૂટ્યો હતો, જ્યારે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર મેળવી રહેલા ભાઈ બહેનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 

હિટ એન્ડ રનનો ભોગ બનેલા આશિષ કવૈયાના પગ પરથી કારનું પૈડું ફરી વળતા ઘૂંટણથી નીચેના ભાગએ ફ્રેક્ચર થયું હતું. આ સાથે બંને થાપાની પાછળના ભાગે ફ્રેક્ચર થવાની સાથે સાથે ચહેરા પર પણ નાના મોટા ફ્રેક્ચર થયા છે. બહેન જયશ્રીને બંને થાપામાં અને ચહેરા પર પણ નાના મોટા ફ્રેક્ચર થયા છે. ખાનગી હોસ્પિટલના આઈ.સી.યુ માં સારવાર મેળવી રહેલા આ ભાઈ બહેન પૈકી બહેનની હાલત અત્યન્ત નાજુક હોવાનું અને ભાઈની હાલત પણ ગંભીર છે.

રેહાન યાકુતપુરા વિસ્તારમાં રહે છે અને બીએમડબલ્યુ કાર ચલાવાની લ્હાયમાં તેણે આ ગંભીર અકસ્માત સર્જયો હતો. અકસ્માત બાદ ફરાર થયેલા રેહાનને શોધવા માટે સયાજીગંજ પોલીસે યાકુતપુરા સહિતના વિસ્તારોમાં છાપા માર્યા હતા અને મોડીરાત્રે ધરપકડ કરી હતી. રેહાન 22 વર્ષનો છે અને છેલ્લા દોઢ વર્ષથી ગેરેજમાં કામ કરે છે. જેતલપુરનો બિલાલ કારને રિપેરીંગ માટે ગેરેજમાં મુકવા આવ્યો હતો. શનિવારે ગેરેજના માલિક અમજદ શેખના ઘેર સામાજીક પ્રસંગ હોવાથી તેઓ ઘેર હતા અને આ કારની બેટરી કાઢવા તેમણે ગેરેજના કારીગર રેહાનને સુચના આપી રાખી હતી.