તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રિયંકા ગાંધીની સામાન્ય મહિલાઓ પર પકડ નથી, જનતા નહીં સ્વીકારેઃ અનિતા સિંઘ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્યક્ષની હાજરીમાં યુવાઓ ભાજપમાં જોડાયા
વડોદરાઃ ભાજપના મહિલા મોર્ચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને રાજસ્થાનના ધારાસભ્ય અનિતા સિંઘ આજે વડોદરાની મુલાકાતે હતા. જ્યાં તેઓએ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પ્રહારો કર્યાં હતા. અનિતા સિંઘે જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધીની સામાન્ય મહિલાઓ પર પકડ નથી. ઉત્તરપ્રદેશની જનતા પ્રિયંકાને નહીં સ્વીકારે. ભાજપમાં સામાન્ય મહિલાઓ આગળ આવીને કામ કરી શકે છે, પરંતુ કોંગ્રેસમાં એક જ પરિવારના લોકો આગળ આવી શકે છે. જોકે ભાજપ જીતવા વાળી મહિલાઓને જરૂરથી ટીકીટ આપશે. ગુજરાતમાં કોગ્રેસની CWC બેઠકને લઈને અનિતા સિંઘે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો પ્રિયંકા ગાંધી કે કોગ્રેસને ક્યારેય નહી સ્વીકારે. 

વડોદરા શહેરના ભાજપ કાર્યલયમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ ભાજપના મહિલા મોર્ચાના અધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા જણાવ્યું હતું કે, મહિલા મોર્ચા દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં ખાટલા બેઠક અને ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજશે. જેમાં મહિલાઓ પાસેથી ભાજપના મેનિફેસ્ટો માટેના સૂચનો માંગવામાં આવશે. જેમાં ગુજરાતની મહિલાઓ શું ઇચ્છે છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. જેના માટે દરેક વિધાનસભા ક્ષેત્રમાં લોકોના સૂચન માટે બોકસ મૂકાશે. અને મહિલાઓના સૂચનોને મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત સરકારની દરેક યોજનાઓ મહિલાઓ સુધી પહોચાડવામાં આવશે. 

અનિતા સિંઘે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ આજે કરેલી મન કી બાતમાં ચૂંટણી પછી મે મહિનામાં ફરીથી મન કી બાત કરવાની વાત કરી હતી. અમને વિશ્વાસ છે કે, દેશની જનતા ફરીથી ભાજપને બહુમતીથી સત્તામાં લાવશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો