તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં વેપારી પર ચાકૂ અને પાઇપથી બે શખ્સોએ હુમલો કર્યો, CCTVમાં કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીએ પોલીસ કેસ પરત ન ખેંચતા જીવલેણ હુમલો કર્યો  

વડોદરાઃ વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા નજીક સિદ્ધનાથ રોડ પર ફ્રૂટના વેપારીને બે શખ્સોએ ચાકૂના 5 જેટલા ઘા અને પાઇપના ફટકા મારી જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયા હતા. હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

ખાનગી હોસ્પિટલમાં વેપારીની હાલત ગંભીર
વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં રહેતા કલ્પેશ શાહ ફ્રૂટનો વ્યવસાય કરે છે. આજે સવારે તેઓ ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટ લેવા માટે આવ્યા હતા. તે સમયે બકરાવાડીમાં રહેતો આકાશ અને શાહિલ નામના બે શખ્સો તેઓ પાસે ધસી આવ્યા હતા. અને પોલીસ કેસ કેમ પાછો ખેંચતો નથી. તેમ જણાવી તેના ઉપર હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વેપારી કલ્પેશ શાહને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.  

વેપારીને બચાવવા માટે કોઇ ન આવ્યું
વાહનોથી ધમધમતા જાહેર રોડ ઉપર થયેલા હુમલાના બનાવના પગલે વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. હુમલાખોરો વેપારી ઉપર હુમલો કરી રહ્યા હતા. પરંતુ સ્થાનિક કોઇ વ્યક્તિઓએ વેપારીને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. નવાપુરા પોલીસે આ બનાવ અંગે હુમલાખોરો સામે હત્યાની કોશીષનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

હું હત્યારાઓને ઓળખુ છુઃ વેપારીની પત્ની
જીવલેણ હુમલાનો ભોગ બનેલા ફ્રૂટના વેપારીની પત્ની કાજલબહેન શાહે જણાવ્યું હતું કે, મારા પતિ ઉપર જુની અદાવતમાં હુમલો થયો છે. હુમલાખોને હું ઓળખું છું. અગાઉ તેઓ મારા ઘરે તલવાર જેવા હથિયારો લઇને આવ્યા હતા. અને મારા પતિને કહ્યું હતું કે, પોલીસ કેસ પરત ખેંચી લે. પરંતુ પતિએ સમાધાન કરવાનો ઇન્કાર કર્યો હતો. જે તે સમયે પણ પોલીસ મથકમાં અમએ ધમકી આપનારાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.