તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા કોર્ટમાં ટેબલ સ્પેશ મુદ્દે આંદોલન કરી રહેલા બાર એસો.ના પ્રમુખની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વકીલોની અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી  

વડોદરા: વડોદરા કોર્ટમાં ટેબલ સ્પેશ માટે આંદોલન કરી રહેલા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટની પોલીસે ધરપકડ કરી હતી. શુક્રવારે વકીલોએ કોર્ટ લોબીમાં ટેબલ-ખુરશીઓ ગોઠવીને સવિનય કાનૂન ભંગ કરતા કોર્ટમાં આજે સવારથી જ કોર્ટમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

ટેબલ સ્પેશ માટે વકીલોનું ઉગ્ર આંદોલન 
હાઇકોર્ટના આદેશાનુસાર નવી કોર્ટ સંકુલની લોબીમાં વકીલોને ટેબલ સ્પેશ માટે જગ્યા આપવામાં આવી નથી. જ્યારથી નવી કોર્ટ શરૂ થઇ છે, ત્યારથી વકીલો કોર્ટ લોબીમાં ટેબલ-ખુરશી મૂકવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવી રહ્યા છે. પરંતુ કોર્ટ દ્વારા કોઇ દાદ આપવામાં આવી નથી. નવી કોર્ટ શરૂ થઇ ત્યારે લાંબા દિવસ સુધી વકીલો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. છતાં કોર્ટ દ્વારા તેઓની માંગણી સ્વીકારવામાં આવી નથી.

કોર્ટે પોલીસ બોલાવીને ખુરશી ટેબલો દૂર કરાવી દીધા
કોર્ટ લોબીમાં ટેબલ ખુરશી મૂકવાની મંજૂરી ન અપાતા બાર એસોસિએશન દ્વારા બીજો એક રૂમ વકીલો માટે ફાળવવા માટે માંગણી કરવામાં આવી હતી. પરંતુ બીજા હોલની પણ વ્યવસ્થા ન થતાં, વકીલો દ્વારા ગત શુક્રવારથી પુનઃ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. શુક્રવારે વકીલઓ કોર્ટ લોબીમાં 5 ટેબલ-ખૂરશી ગોઠવીને સવિનય કાનૂન ભંગ કર્યો હતો. જોકે, ડિસ્ટ્રીક્ટ કોર્ટે તુરંત જ પોલીસ બોલાવીને ખુરશી ટેબલો દૂર કરાવી દીધા હતા.

પ્રમુખની ધરપકડ થતાં વકીલોએ વિરોધ કર્યો
આજે વકીલો પુનઃ ખુરશી-ટેબલો ગોઠવે નહીં તે માટે સવારથી કોર્ટ સંકુલમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત હોવા છતાં વકીલોએ ખુરશી અને ટેબલો ગોઠવવાનો પ્રયાસ કરતા પોલીસે વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટની ધરપકડ કરી હતી. પ્રમુખની ધરપકડ થતાં વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

ટેબલ-ખુરશીનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી હડતાળ પર જવાના ઠરાવની વિચારણા
આજે વડોદરા બાર એસોસિએશન દ્વારા તાકિદની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં જ્યાં સુધી ટેબલ-ખુરશી મૂકવાનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી બેમુદતી હડતાળ ઉપર જવાનો ઠરાવ કરવાની વિચારણા ચાલી રહી છે. 

તમામ બાર સાથે બેઠક કરી રાજ્ય વ્યાપી આંદોલન કરાશે : પ્રમુખ
વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ થતો ન હોવાના કારણે રાજ્યના તમામ બારના પ્રતિનિધીઅો સાથે મિટિંગ યોજવામાં આવશે અને વડોદરા વકીલ મંડળ દ્વારા શરૂ થયેલા આંદોલનને રાજ્ય વ્યાપી બનાવવામાં આવશે. તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ આ બાબતે હાઇર્કોટમાં રજૂઆત કરવી જોઇએ.
પોલીસે ગેરકાયદે કાર્યવાહી કરી હોવાનો વકીલ મંડળનો ઠરાવ
વકીલ મંડળના ઠરાવવામાં જણાવવામાં અપાવ્યું છે કે, પ્રમુખ સામે પોલીસે ગેરકાયદેસરની કાર્યવાહી કરી છે અટલે તેને વખોડી કાઢવામાં અાવે છે.  વકીલો ઓરીએન્ટેશન પ્રોગ્રામના તેમજ લોક અદાલત અને લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ કાર્યક્રમનું આયોજન થશે તેમાં વકીલો સાથ સહકાર અપાશે નહી અને તેનો બહિષ્કાર કરશે.
વકીલોએ AGMની માંગણી કરતાં પ્રમુખે કહ્યું, આગામી સમયમાં બોલાવીશું
બેઠક વ્યવસ્થાના પ્રશ્ને 300થી વધુ વકીલોને સહી કરીને પ્રમુખ સમક્ષ એજીએમની માંગણી કરી હતી. અા બાબતે પ્રમુખે જણાવ્યું હતું કે, તા.1‌5મીના રોજ જ એજીએમ રાખવામાં આવી હતી પરંતુ પોલીસે મારી અટકાયત કરતાં એજીએમ મળી શકી નથી અટલે અાગામી સમયમાં અેજીઅેમ બોલાવવામાં અાવશે અને તેમાં તમામ મુદ્દાની ચર્ચા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...