તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા કોર્ટમાં ટેબલ સ્પેશ મુદ્દે વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, રામધૂન બોલાવી ચક્કાજામ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વકીલોની હડતાળને પગલે અસીલો પરેશાન  

વડોદરા: ટેબલ સ્પેસ મુદ્દે વડોદરા કોર્ટના વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યાં છે. જેથી વકીલોએ આજે અસીલોને આજે કોર્ટમાં જતા અટકાવ્યા હતા. જોકે, પોલીસે અસીલોને સુરક્ષા સાથે કોર્ટમાં લઇ જતા વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. સોમવારે વકીલ મંડળે બેઠક બોલાવી હતી. જેમાં તેઓએ જ્યાં સુધી બેઠક વ્યવસ્થાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ઓક્કસ મુદ્દત હડતાળ ઉપર જવાનો ઠરાવ પસાર કર્યો હતો.

વકીલોની બેઠક વ્યવસ્થા મુદ્દે લડત
નવી કોર્ટની શરૂઆત થઇ ત્યારથી વકીલો બેઠક વ્યવસ્થાના મુદ્દે ન્યાયતંત્ર સામે લડત આપી રહ્યા છે. પરંતુ, કોર્ટ દ્વારા વકીલોનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી. આજે સવારથી વકીલો કોર્ટના ગેટની બહાર બેસી ગયા હતા. અને કોર્ટમાં વિવિધ કામ માટે આવતા અસીલોને કોર્ટમાં જતાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, કોર્ટ દ્વારા સવારથી જ કોર્ટ સંકુલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલી પોલીસે અસીલોને કોર્ટમાં બંદોબસ્ત સાથે લઇ જતાં વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. 

કોર્ટ સંકુલ બહાર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટની આગેવાનીમાં આજે પણ વકીલો હડતાળ ઉપર રહેતા કોર્ટમાં વિવિધ કામો માટે આવતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. કેટલાંક લોકો દૂર-દૂર કામ માટે આવ્યા હતા. પરંતુ, વકીલો હડતાળ ઉપર હોવાના કારણે લોકોને કામ પુરૂ કર્યા વિના પરત જવાની ફરજ પડી હતી. કોર્ટની બહાર અને સંકુલમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

વકીલોએ સૂત્રોચ્ચાર, રામધૂન અને ચક્કાજામ સાથે આંદોલન શરૂ કર્યું  
ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે વકીલો દ્વારા કોર્ટની લોબીમાં ટેબલ-ખુરશી ગોઠવીને સવિનય કાનુન ભંગ કરવામાં આવ્યો હતો. આજે વકીલો દ્વારા કોર્ટના મુખ્ય ગેટની બહાર સૂત્રોચ્ચાર,રામધૂન અને ચક્કાજામ સાથે આંદોલન શરૂ કર્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...