તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં કરન્સી ટ્રેડીંગ માર્કેટીંગના નામે છેતરપીંડી કરનાર આરોપી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરઃ કરન્સી ટ્રેડિંગ માર્કેટીંગના નામે વધુ વ્યાજની લોભામણી સ્કીમો આપીને છેતરપીંડી કરનાર ઠગને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેણે સજોદ ગામના રહીશને 21 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો. સમાધાન કર્યા બાદ પણ નાણાં નહીં આપતા અને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી હતી. 

પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી
અંકલેશ્વર નજીક સજોદના આંબેડકર નગરમાં રહેતા દલસુખ કટારીયાને સુરતના નાનપુરા વિસ્તારમાં ચંન્દ્રવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા વિજય સોભગચંદ શાહે કોમોડિટી તથા કરન્સી ટ્રેડિંગ માર્કેટીંગના નામે વધુ વ્યાજ સાથે વળતર આપવાની લોભામણી સ્કીમો આપી હતી. તેણે દલસુખ પાસે વિવિધ સ્કીમમાં 21 લાખનું રોકાણ કરાવ્યું હતું. ત્યાર બાદ રૂપિયા નહીં આપીને ગલ્લાં તલ્લાં કરવા લાગ્યો હતો. તેમણે નાણા પરત મેળવવા કોર્ટમાં કેસ કર્યો હતો. તેમાં વિજય શાહે રૂપિયા ચુકવી આપશે કહી સમાધાન કર્યુ હતું. પરંતુ તેણે રૂપિયા ન ચૂકવતા આખરે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિજય સોભગચંદ શાહની અટકાયત કરી છે. તેણે અન્ય કેટલાક લોકો સાથે ઠગાઈ કરીને તેમજ દલસુખના રૂપિયા પરત મેળવવા રીમાન્ડ તજવીજ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...