તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આચારસંહિતા દરમિયાન IT વિભાગે 14 કરોડનું બેનામી નાણું પકડ્યું, 75.90 લાખ રોકડા, 12.8 કિલો ચાંદીનો સમાવેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા રેન્જ આવકવેરા વિભાગની સઘન કાર્યવાહી યથાવત
  • ચૂંટણી પૂર્ણં થયા સુધીમાં બેનામી નાણાનો આંકડો વધે તેવી શક્યતા

વડોદરાઃ વડોદરા રેન્જના ઇન્કમટેક્સ વિભાગ દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી કાળા નાણાં સામેની કાર્યવાહી સઘન બનાવી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણીમાં આચાર સંહિતા લાગુ થયા બાદ વડોદરા ઇન્કમટેક્સ વિભાગને 14 કરોડનું બેનામી નાણું ઝડપી પાડ્યું છે. 

આચારસંહિતા દરમિયાન ચૂંટણીલક્ષી કામગીરી યથાવત
વડોદરા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 10 માર્ચના રોજ ચુંટણી જાહેર થયા બાદ વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. જેનુ મુખ્ય કામ ચૂંટણી ટાણે વ્યાપક પ્રમાણમાં થતી રોકડની હેરફેર પર નજર રાખવાનું હતું. તેની માટે અધિકારીઓને ચોક્કસ વિસ્તાર અગાઉથી જ ફાળવી દેવામાં આવ્યા હતા. આચારસંહિતા દરમિયાન વિભાગ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી તથા વિભાગની નિયમિત કામગીરી ચાલુ રાખી છે.

આણંદ, વડોદરા અને ગોધરામાં આવકવેરા વિભાગની કાર્યવાહી
આણંદમાં આવેલા શતક રેસિડેન્સી અને હાઇરાઇઝ પ્રોજેક્ટ ખાતે ગત અઠવાડિયે સરવેની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી વિભાગની કામગીરી ચાલી રહી છે. જેમાં અંદાજીત 5 કરોડની બિન હિસાબી આવકની ભાળ મેળવવામાં અધિકારીઓને સફળતા મળી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા નિયતી કન્સ્ટ્રક્શન ખાતે ઇન્કમટેક્સ વિભાગની કામગીરી દરમિયાન 9 કરોડનું બિન હિસાબી નાણું પકડી પાડવામાં સફળતા મળી છે. ખેડા ખાતે કરવામાં આવેલી તપાસ દરમિયાન 4 લાખ રોકડા તથા 12.8 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે. તથા ગોધરા-પંચમહાલ ખાતે આવેલા એચ.રમેશ પેઢીને ત્યાં કામગીરી દરમિયાન 17.90 લાખની રોકડ પકડી પાડવામાં છે.

સુરતમાં પણ આઇટી વિભાગે કાર્યવાહી કરીને કાળુ નાણું પકડ્યું
વડોદરા ખાતે અગાઉ માધવ મગન પટેલ તથા અંબાલાલ હરગોવીંદની પેઢી પર કરવામાં આવેલી સરવેની કામગીરી દરમિયાન બે દિવસમાં 54 લાખની રોકડ પકડી પડાઇ હતી. સુરતમાં પણ પેઢીની ઓફિસો પર કરવામાં આવેલી સરવેની કામગીરી માં 36 લાખ રોકડ સહિત સોનુ તથા હિરા મળીને અંદાજીત 1.25 કરોડની મત્તા પકડી પડાઇ હતી. આમ, ઇન્કમટેક્સ વિભાગની સામાન્ય તથા ચૂંટણીલક્ષી કાર્યવાહીમાં રોકડના વ્યવહાર તથા કરચોરી પકડવામાં સફળતા મળી રહી છે, તેમ દેખાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...