તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવેના 80 હજાર કર્મીઓની હવે મેન્યુલી હાજરી લેવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચિગ સિસ્ટમ બંધ કરી રજિસ્ટરમાં હાજરી પૂરવામાં આવશે - ફાઇલ તસવીર - Divya Bhaskar
પંચિગ સિસ્ટમ બંધ કરી રજિસ્ટરમાં હાજરી પૂરવામાં આવશે - ફાઇલ તસવીર
 • યુનિયનની રજૂઆતના પગલે રેલવે દ્વારા લેવાયેલો મહત્વનો નિર્ણય

વડોદરાઃ વિશ્વમાં વકરી રહેલા કોરોના વાઇરસની અસર રેલવે વિભાગમાં જોવા મળી રહી છે. કોરોનાના પગલે વેસ્ટર્ન ઝોનના અંદાજિત 70 હજારથી 80 હજાર કર્મચારીઓની હાજરી બાયોમેટ્રિક પદ્ધતિની જગ્યાએ મસ્ટરથી એટલે કે મેન્યુઅલી લેવામાં આવશે. જેમાં વડોદરાના 8 હજાર કર્મચારીઓનો સમાવેશ થાય છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસે ભારતમાં પણ હાજરી બતાવી છે. જેના કારણે સરકાર પણ સતર્ક બની છે. સરકારે કોરોના વાઇરસના કારણે અનેકવિધ જરૂરી નિર્ણયો લીધા છે. ત્યારે હવે રેલવે વિભાગ દ્વારા પણ કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે. જેમાં વેસ્ટર્ન ઝોનમાં આવતા મુંબઇ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ સહિતના ડિવિઝનમાં કર્મચારીઓની હવે બાયોમેટ્રિકની જગ્યાએ મસ્ટરમાં (મેન્યુઅલી) હાજરી ભરવાનું નક્કી કરાયું છે.

સમગ્ર પ્રદેશમાં આ પદ્ધતિથી કામ થશે તેવી સૂચના
વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના જનરલ સેક્રેટરી જે.જી.માહુરકરે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને પત્ર લખી રજૂઆત કરી છે કે કોરોના વાઇરસના કારણે બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી લેવાનું ટાળી હાજરી પત્રકમાં હાજરી પૂરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવે. હાજરી પૂરવા માટે કર્મચારીઓના અંગૂઠા એક મશીન પર મૂકવામાં આવતા હોવાથી કોરોના ફેલાવાની ભીતિ છે. જે.જી.માહુરકરની રજૂઆતને ધ્યાનમાં રાખી વેસ્ટર્ન રેલવેના 70 હજારથી 80 હજાર કર્મચારીઓની હવેથી મસ્ટરમાં હાજરી લેવાશે. વડોદરામાં પણ 7 હજારથી 8 હજાર કર્મચારીઓની પણ હવે મેન્યુઅલી હાજરી લેવામાં આવશે. જેમાં તમામ વર્કશોપના 700 જેટલા કર્મચારીઓનો પણ સમાવેશ કરાશે. આ અંગે રેલવે વિભાગે સમગ્ર દેશમાં આ કાર્યપદ્ધતિથી કામગીરી કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલેખનીય છે કે રેલવેના વિવિધ વિભાગોમાં અગાઉ મસ્ટરથી હાજરી લેવાતી હતી ત્યારે અનેક રેલ કર્મચારીઓ તેનો ગેરલાભ ઉઠાવતાં હતા પણ બાયોમેટ્રીક પધ્ધતિનો અમલ શરુ થતાં ગુલ્લેબાજ કર્મચારીઓ નિયંત્રણમાં આવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો