તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરાઃ શહેરના સ્લમ વિસ્તારમાં રહેતી કિશોરીઓના પોષણ સ્તર પર એમ.એસ.યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીના ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગની વિદ્યાર્થિનીઓએ રિસર્ચ હાથ ધર્યું હતું. જેમાં 78 ટકા કિશોરીઓમાં લોહતત્ત્વની ખામીઓના કારણે પાંડુરોગનું પ્રમાણ મળી આવ્યું હતું. સરવેમાં 250 જેટલી કિશોરીઓ કે જેમની વય 15 થી 19 વર્ષની હોય તેમને આવરી લેવામાં આવી હતી.
60 ટકા કિશઓરીઓ વજન ઓછું
ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગનાં અધ્યાપક પ્રો.હેમાંગિની ગાંધી તથા પ્રો.મીનાક્ષી મેહનના માર્ગદર્શનમાં વિદ્યાર્થિની તરુણા ધનાલાલ અને વિશ્વા રાઠીએ રિસર્ચ હાથ ધર્યું હતું. વિદ્યાર્થિનીઓએ હાથ ધરેલા રિસર્ચમાં 250 જેટલી કુંવારી કિશોરીઓને આવરી લેવાઈ હતી. જેમાંથી 70 ટકા કિશોરીઓ એસસી,એસટી,ઓબીસી કાસ્ટની હતી. 60 ટકા કિશોરીઓ ગરીબી રેખાની ઉપર હતી જ્યારે 40 ટકા બીપીએલમાં આવતી હતી. 60 ટકા કિશોરીઓ શાળાએ જતી હતી. 15 ટકા કિશોરીઓનું બોડી માસ ઇન્ડેક્સ ઉંમરના પ્રમાણમાં ના હતું. 60 ટકા કિશોરીઓનું વજન તેમની ઊંચાઇના પ્રમાણમાં ઓછું હતું જ્યારે 70 ટકા જેટલી કિશોરીઓનું વજન ઉંમરના પ્રમાણમાં ઓછું હતું. અમુક કિશોરીઓ શાળાએ જતી ના હતી. જેનું કારણ ચકાસ કરતાં માલૂમ પડ્યું હતું કે ધોરણ 10માં નાપાસ થઇ હોવાથી વધુ અભ્યાસ છોડી દીધો હતો. જ્યારે અન્ય કિશોરીઓએ કામ કરવા તથા માતા-પિતાની ઇચ્છા ના હોવાથી અભ્યાસ છોડી દીધો હતો. કુપોષણ માટે રક્ષણાત્મક ખોરાકમાં ફળો, શાકભાજી, લીલાં પાંદડાંનાં શાકભાજી યોગ્ય પ્રમાણમાં નહિ લેતી હોવાનું બહાર આવ્યું હતું.
પાંડુરોગથી પીડિત હોય તો બાળ મૃત્યુની શક્યતા
પાંડુરોગની સમસ્યાનું નિવારણ કરવામાં ન આવે અને આવી કિશોરીઓ ભવિષ્યમાં સગર્ભા બને તે સમયે પણ પાંડુરોગથી પીડિત હોય તો નવજાત બાળક ઓછા વજનનું જન્મી શકે અને તે બાળ મૃત્યુનું કારણ બની શકે છે. બાળ મૃત્યુના મોટાભાગના કિસ્સાઓમાં જન્મ સમયે બાળકનું ઓછું વજન અથવા તો અતિ ઓછું વજન સૌથી વધારે જવાબદાર હોય છે. કુપોષીત માતાના કુખે જન્મ લેતા બાળકોના મૃત્યુનું પ્રમાણ પણ વધારે હોય છે.
ટેક હોમ રાશનનો ઉપયોગ કરવામાં આવતો નથી
કિશોરીઓને સરકાર દ્વારા પૂર્ણા શક્તિ ટેક હોમ રાશન આપવામાં આવે છે,મહિને ચાર કિલોનાં પેકેટનું વિતરણ કરાય છે. જેમાં ઘઉંનો લોટ,સોયાબીનનો લોટ,મકાઇનો લોટ,ચણાનો લોટ,ખાંડ સહિતની સામગ્રી હોય છે. જોકે કિશોરીઓ દ્વારા તેનો યોગ્ય ઉપયોગ નહિ કરાતાં પોષણ મળતું નથી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.