વડોદરા-હાલોલ રોડ પર કારચાલકે સ્ટેઇરિંગ ગુમાવતા રિક્ષા પાછળ ઘૂસી ગઇ, 7 શ્રમજીવી ઇજાગ્રસ્ત, 3ની હાલત ગંભીર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લવાયા - Divya Bhaskar
ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લવાયા
  • તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા

હાલોલઃ વડોદરા-હાલોલ રોડ પર આવેલા આનંદપુરા પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર 7 શ્રમજીવી મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ
હાલોલ-વડોદરા રોડ ઉપર આવેલા આણંદપુરા ગામના પાટિયા પાસે આવેલી ખાનગી કંપનીમાં મજૂરી કામ કરીને રિક્ષામાં બેસી બાસ્કા તરફ આવી રહ્યા હતા. દરમિયાન વડોદરા તરફથી આવતી કારના ચાલકે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર આગળ ચાલતી રિક્ષા સાથે અથડાતા રિક્ષામાં સવાર અંતરભાઈ નારસિંગ પાવર(37), શારદાબેન નંદુભાઈ સિંગર(20), સંતોકબેન અંબાલાલ રાણા(60), રાધાબેન મધુભાઈ સિંગર(24), બાબુબેન ગુણવંતભાઈ રાણા(33), રાજેન્દ્રભાઈ કૈલાશભાઈ ડામોર(35) બાબુભાઈ નબળાભાઈ નીનામા(50)ને ગંભીર પ્રકારની ઈજાઓ પામતા તેઓને 108 એમ્બ્યુલન્સમાં હાલોલ રેફરલ ખાતે સારવાર અર્થે લવાયા હતા. જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. બનાવ અંગેની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ બાદ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(અહેવાલઃ મક્સુદ મલિક, હાલોલ)