તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશથી વડોદરા ફરેલા દંપતી સહિત 5 લોકો આઇસોલેશન વોર્ડમાં દાખલ, સેમ્પલ તપાસ માટે મોકલાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સયાજી હોસ્પિટલ સ્થિત આઇસોલેશન વોર્ડ - Divya Bhaskar
સયાજી હોસ્પિટલ સ્થિત આઇસોલેશન વોર્ડ
  • સાવચેતીના ભાગરૂપે વિદેશી આવેલા લોકોના સેમ્પલ લઇને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે

વડોદરા: સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે વડોદરામાં દુબઇથી આવેલા દંપતી સહિત 5 વિદેશીઓને સયાજી હોસ્પિટલ અને ગોત્રી જનરલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ સાથે તેઓના કોરોના વાઇરસની તપાસ માટેના જરૂરી સેમ્પલો લઇને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.
દંપતીને ગોત્રી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રખાયું
એક દંપતી દુબઇથી વડોદરા આવ્યું હતું. જેઓને ગોત્રી ખાતેના આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અને કોરોના વાઇરસને લગતા તેઓના બ્લડ સહિતના સેમ્પલો લઇ અમદાવાદ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરીકાથી આવેલા 62 વર્ષિય વૃદ્ધ અને 20 વર્ષીય યુવતી તેમજ શ્રીલંકાથી આવેલા 62 વર્ષિય વૃદ્ધાને સયાજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોરોના વાઇરસની તપાસ માટે સેમ્પલો લઇને તપાસ માટે મોકલાયા
સયાજી હોસ્પિટલના તબીબોના જણાવ્યા પ્રમાણે વિદેશથી આવેલા તમામ લોકોને માત્ર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અને સાવચેતીના ભાગરૂપે કોરોના વાઇરસની તપાસ માટે જરૂરી સેમ્પલો લઇ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. આજે પણ સયાજી હોસ્પિટલ અને ગોત્રી જનરલ હોસ્પિટલમાં શરદી-ખાંસીના દર્દીઓ તપાસ માટે આવ્યા હતા.

ટ્યુશન ક્લાસીસમાં શૈક્ષણિક કાર્ય ચાલુ ન હોવાની ખાતરી કરવામાં આવી
કોરોના સામે સાવચેતી દાખવવાની રાજ્ય સરકારની સૂચનાના અનુસંધાને વડોદરા શહેર-જિલ્લામાં શાળા-કોલેજીસ, શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્યુશન ક્લાસીસને શિક્ષણકાર્ય બંધ રાખવા જણાવવામાં આવ્યું છે. તેના અનુસંધાને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ વિભાગોને, ખાસ કરીને ટ્યુશન ક્લાસીસ દ્વારા શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું નથી તેની ખાતરી કરવા સૂચના આપી હતી. જેના પગલે આજે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કચેરીઓ વડોદરા દ્વારા શહેર-જિલ્લામાં ટુકડીઓ બનાવીને ટ્યુશન ક્લાસીસની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
5 ટુકડીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં ટ્યુશન ક્લાસીસની ચકાસણી કરાઇ
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી રાઠોડે જણાવ્યું હતુ કે, કલેક્ટરની સૂચના પ્રમાણે વડોદરા શહેરને 5 વિભાગોમાં વિભાજિત કરીને 5 ટુકડીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં ટ્યુશન ક્લાસીસની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ પ્રત્યેક ટૂકડીમાં શિક્ષણ વિભાગના ત્રણ અને પોલીસ વિભાગના બે મળી કુલ પાંચ અધિકારી-કર્મચારીઓએ નિરિક્ષણ હાથ ધર્યુ હતુ. કોઇપણ ટ્યુશન ક્લાસમાં શિક્ષણ ચાલુ જણાય તો તેવા ક્લાસને સીલ મારવાની સૂચના આપવામાં આવી હતી. જો કે નિરિક્ષણ હેઠળના તમામ વિસ્તારોમાંથી એકપણ સ્થળે શિક્ષણ કાર્ય શરૂ ન હોવાનું નિરિક્ષણ ટુકડીઓને ધ્યાને આવ્યું હતુ.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 42 ટ્યુશન ક્લાસીસમાં શિક્ષણ કાર્ય બંધ જણાયું 
વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના ચૌધરીએ જણાવ્યું કે, જિલ્લાના આઠ જેટલા તાલુકાઓમાં 42 જેટલા ટ્યુશન ક્લાસીસ આવેલા છે. જિલ્લા કલેક્ટરની સૂચના પ્રમાણે 8 જેટલી ટુકડીઓએ આજે આ તમામ ટ્યુશન ક્લાસીસની ચકાસણી કરી હતી જે દરમિયાન આ ટ્યુશન ક્લાસીસમાં શિક્ષણ કાર્ય બંધ હોવાનું જણાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...