વડોદરા / 25થી 27 જાન્યુઆરી દરમિયાન સયાજીબાગમાં 48મા બાળમેળોનું આયોજન, વિસરાઇ ગયેલી રમતો આકર્ષણરૂપ બનશે

48th child fair organized in Sayajibaug from January 25 to 27 in vadodara

105 સાંસ્કૃતિક કૃતિઓ અને 30 જેટલા આનંદ બજારના સ્ટોલનું આકર્ષણ
સયાજીબાગમાં બાળમેળો સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લો રહેશે

Divyabhaskar.com

Jan 22, 2020, 05:17 PM IST

વડોદરા: વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 25થી 27 જાન્યુઆરી દરમિયાન સયાજીબાગમાં 48માં બાળમેળો દર્પણનું આયોજન કરવામાં આવ્યું છે. સમિતિના ગરીબ બાળકો માટે વિસરાઇ ગયેલી રમતો ગીલી ડંડા, સતુડીયું, આઇસપાઇસ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ દિલીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ત્રિ-દિવસીય બાળમેળામાં બાળકો દ્વારા શૈક્ષણિક પ્રોજેક્ટમાં વર્લ્ડ ઓફ સ્માર્ટ્સ ગેડેટ્સ, ઇસરોની સિદ્ધીઓ, ભારતનું ડીજીટલ ગામ-પંસુરી, અખંડ ભારત મિશન ગગનયાન, ફીટ ઇન્ડીયા હીટ ઇન્ડીયા, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જેવા 31 પ્રોજેક્ટો રજૂ થશે. આ ઉપરાંત એડવેન્ચર ઝોન, મનોરંજન વિભાગ, સાંસ્કૃતિક, શૈક્ષણિક પ્રોજેક્ટ, કલા, આનંદ બજાર આકર્ષણનું કેન્દ્ર બનશે.

સમિતિના ઉપપ્રમુખ નલિનભાઇ ઠાકરે(જેકી)એ જણાવ્યું હતું કે, આ બાળમેળામાં પ્રથમ વખત વિસરાઇ ગયેલી રમતો આવો ખેલ ખેલે વિભાગ હેઠળ ગીલ્લીડંડા, સતોડીયું, માલદડી, ઇંડા ચોર, આઇસપાઇસ, લખોટી, લંગડી, સાંકળ આઠ, ભમરડો, દોરડા ખેંચ, ગેડી દડો, પૈંડુ, પાંચીકા તેમજ આધુનિક મોબાઇલ ગેઇમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શાળા કક્ષાએ યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં વિજેતા બનેલી બે વિદ્યાર્થીઓ શિઘ્ર ચિત્રો દોરશે. જેમાં બેટી બચાવો બેટી પઢાઓ, ચિત્ર પ્રદર્શન જોતા બાળકો, પર્યાવરણ મારું ભવિષ્ય, પાણી આપણું જીવન છે, તહેવારોનું જીવનમાં મહત્વ વિષયો ઉપર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

X
48th child fair organized in Sayajibaug from January 25 to 27 in vadodara
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી