તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટના ગુનામાં ન મારવાના 40 હજાર માંગતા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એસીબી ટ્રેપની જાણ થતાં પીએસઆઈ ફરાર થઈ ગયા
  • છોટાઉદેપુર એસીબીએ આરોપી પાસેથી 39,500 કબજે કર્યા

વડોદરાઃદાહોદ જિલ્લાના કતવારા પોલીસે લૂંટના ગુનામાં બે ભાઇઓની ધરપકડ કરી હતી. બે ભાઇઓને નહિં મારવા માટે રૂપિયા 40 હજારની લાંચ માંગનાર પોલીસ કોન્સ્ટેબલની એ.સી.બી.એ છટકું ગોઠવી ધરપકડ કરી હતી જ્યારે પી.એસ.આઇ.ને એ.સી.બી. ટ્રેપની જાણ થતાં ફરાર થઇ જતાં તેની ધરપકડના ચક્રોગિતમાન કર્યા છે.

ભલામણ માટે ગયા હતા
વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાના ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.જે. પંડ્યાએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના કતવારા પોલીસે તા.22-9-19ના રોજ લૂંટના ગુન્હામાં બે ભાઇઓની ધરપકડ કરી હતી. લૂંટના આરોપી ભાઇઓને ન મારવા માટે તેઓના કાકા પોલીસ મથકના આ.પો.કો. હાર્દિક કાંતિભાઇ બારીયાને ભલામણ કરવા માટે ગયા હતા. ત્યારે આ.પો.કો.એ તેઓને જણાવ્યું હતું કે, પી.એસ.આઇ. આર.આર. રબારીને રૂપિયા 40,000 આપવા પડશે તેમ જણાવી લાંચ માંગી હતી.

કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો
લૂંટના આરોપીના કાકા લાંચ આપવા માંગતા ન હતા. આથી તેઓએ છોટાઉદેપુર એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે એ.સી.બી. પી.આઇ. એન.એલ. પાંડોરે સ્ટાફની મદદ લઇ છટકાનું આયોજન કર્યું હતું. જેમાં  લૂંટના આરોપીના કાકા પાસેથી રૂપિયા 39,500ની લાંચ લેતા આ.પો.કો. હાર્દિક બારીયાને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જ્યારે ટ્રેપની જાણ થતાં પી.એસ.આઇ. આર.આર. રબારી સ્થળ છોડી ફરાર થઇ ગયો હતો.છોટાઉદેપુર એ.સી.બી.એ આ.પો.કો. હાર્દિક બારીયા અને પી.એસ.આઇ. આર.આર. રબારી સામે લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કતવારા પોલીસ મથકના બે પોલીસ જવાનો લાંચના ગુનામાં સપડાતા દાહોદ જિલ્લા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...