ફાયર સ્ટેશન સહિત 4 કામો મ્યુનિ.ફાયનાન્સ બોર્ડે નામંજૂર કરી દીધાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 21.33 કરોડની ગ્રાન્ટ સામે પાલિકાની 23.05 કરોડના કામોની યાદી
  • અગાઉ નામંજૂર કરાયેલા કામો ફરી યાદીમાં સમાવાયા હતા

વડોદરાઃ આગવી ઓળખના કામો માટે પાલિકાને ફાળવેલી રૂા.21.33 કરોડની ગ્રાન્ટ સામે રૂા.23.05 કરોડના 11 કામોની યાદી તૈયાર કરવામાં આવી છે. ર્સ્વણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરની આગવી ઓળખ ઉભી થાય તે માટે રૂા.300 કરોડની જોગવાઇ કરાઇ હતી. જેના પગલે પાલિકાને 11.25 ટકા મુજબ રૂા.33.75 કરોડની ફાળવણી કરવી ફરજિયાત છે. 

બે તબક્કામાં કામ કરવાની કરી દરખાસ્ત
મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડે પાલિકા પાસેથી આગવી ઓળખના કામોની યાદી માંગી હતી. જેમાં, ફેબ્રુ્આરીમાં શહેરની જુદી-જુદી એન્ટ્રી પાસે લેન્ડસ્કેપ-બ્યુટીફીકેશનનું કામ રૂા. 4 કરોડના ખર્ચે કરાવવા તેમજ રૂા. 5 કરોડના ખર્ચે ફાયરબ્રિગેડનું સ્ટેશન બનાવવાના કામને આગવી ઓળખ તરીકે ગણાવ્યા હતા. પરંતુ, આ કામો આગવી ઓળખ મુજબના નથી તેવું કારણ આપી તેને નામંજૂર કરતાં પાલિકાએ પ્લેનેટોરિયમ અપગ્રેડેશન માટે રૂા.700 લાખના ખર્ચે સાધનો ખરીદવા અને રૂા.2 કરોડના ખર્ચે સયાજીનગરગૃહના રિનોવેશનની કામગીરીને અલગ ગણાવી હતી પરંતુ તેને પણ માન્ય રખાયા ન હતા. જેથી, સયાજીબાગ ઝૂ, માંડવી દરવાજા,તળાવોના બ્યુટીફીકેશન, ડેકોરિટવ લાઇટીંગ, ગાર્ડન, આર્ટ ગેલેરીની કામગીરી માટે બે તબક્કામાં રૂા.14.45 કરોડ અને રૂા.8.60 કરોડના ખર્ચનો અંદાજ મૂકાયો છે. જે અંગેની દરખાસ્ત સ્થાયીમાં રજૂ કરાઇ છે.

કયા કામ પાછળ કેટલો ખર્ચ

કામનું નામ ખર્ચ (કરોડ રૂા.)
સયાજીબાગ ઝૂ રિડેવલપમેન્ટ 6.75
માંડવી દરવાજાના રિસ્ટોરેશન 0.7
સરસિયા તળાવ બ્યુટીફીકેશન 2.5
સુરસાગર તળાવ ફરતે ઇલ્યુમિનેશન 4.5
આર્ટીસ્ટો માટે આર્ટ ગેલેરી બનાવવા 2
સુરસાગર તળાવ ખાતે એરેશન સિસ્ટમ અને બાયો ઓગમેન્ટેશન સિસ્ટમ 2
હરણી તળાવ ખાતે ડેકોરેટિવ લાઇટીંગ 0.45
હરણી સ્કલ્પચર પાર્ક ખાતે લાઇટીંગ 0.45
ગોત્રી તળાવ ખાતે એરેશન સિસ્ટમ 1.2
સયાજીપુરા વિશ્વકર્મા સોસા.પાસે ગાર્ડન 1.5
ખોડિયારનગર તળાવ પાસે ગાર્ડન 1

દુષિત પાણી મુદ્દે સરકારે રિપોર્ટ માંગ્યો
શહેરમાં દુષિત પાણી મામલે વીસ મહિના અગાઉ પાલિકામાં કરાયેલી રજૂઆતને ગંભીરતાથી લેવાઇ ન હોવાનો ખુલ્લો આક્ષેપ કરી મુખ્યમંત્રીને ખુદ શાસક પાંખના કાઉન્સિલર વિજય પવારે કરેલી રજૂઆતને સરકારે ગંભીરતાથી લીધી છે અને પાલિકાના મ્યુ. કમિશનરે પાંચ દિવસમાં તેને લગતો રિપોર્ટ મોકલવા ફરમાન કરતા ફરી એક વખત ખળભળાટ મચી ગયો છે. શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનાથી દુષિત અને પીળુ પાણી આવી રહ્યુ હતુ. પાંચ પાંચ મહિનાથી નાગરિકોની સાથોસાથ સત્તાધારી પાંખના કાઉન્સિલરોએ પાલિકાના સત્તાધીશોનુ ધ્યાન દોર્યુ હતુ પરંતુ તેમાં ગંભીરતા લેવાઇ ન હતી. આખરે પાંચ દિવસમાં એહવાલ મોકલી આપવા માટે લેખિતમાં સૂચના આપી છે.