પાનોલી ઇન્ટરમીડિયેટ કંપનીમાં 3 કર્મીઓ પ્લાન્ટમાં કામ કરતાં દાઝ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાઝેલાઓને એમ્બ્યુલન્સની જગ્યાએ કારમાં હોસ્પિટલ પહોંચાડ્યા
  • નંદેસરીની કંપનીમાં કર્મચારીઓની સુરક્ષા માટેની પોલ ખૂલી ગઇ

વડોદરાઃ નંદેસરી સ્થિત પાનોલી ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાં કામ કરતા રવિવારે બપોરે ત્રણ કર્મચારીઓ દાઝી ગયા હતા.કેમિકલ કંપનીમાં દાઝેલા કર્મચારીઓને એમ્બ્યુલન્સની જગ્યાએ ખાનગી કારમાં હોસ્પીટલ ખાતે લઇ જવાતા આસપાસના વિસ્તારમાં અાશ્ચર્ય સર્જાયું હતું. રવિવારે બપોરે નંદેસરી ખાતે આવેલ પાનોલી ઇન્ટરમીડીયેટ પ્રાઇવેટ લિમિટેડના એક યુનિટમાં કામ કરતા ત્રણ કર્મચારી જયપાલ દિલીપ સિંહ ચૌહાણ, પ્રદ્યુમન બંદેસરી યાદવ અને મદન રાજુભાઇ યાદવ દાઝી ગયા હતા. ત્રણે કર્મચારીઓને હાથ અને છાતીના ભાગે ગંભીર રીતે ઘવાયા હતા. 

કંપનીની ખુલ્લી પાડી પોલ
દાઝવાને કારણે કર્મચારીઓ રોકકળ કરી રહ્યા હતા, ત્યારે તેમને એમ્બ્યુલન્સની જગ્યાએ ખાનગી કારમાં હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. કેમિકલથી દાઝેલ અકસ્માત ને કારણે પાનોલી ઇન્ટરમીડીયેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનીમાં કર્મચારીની સલામતી અને અકસ્માતના સમયે પહોંચી વળવાની તૈયારીઓની પોલ ખોલી નાંખી છે. અકસ્માતને પગલે કંપનીમાં સલામતીના ભોગે કામ કરી રહેવા કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો હતો.