તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉતરાયણ પર્વે સવારથી પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થયેલા 25 પક્ષીના મોત,57ને બચાવી લેવાયાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પક્ષીઓને સારવાર આપવા માટે સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી હતી. - Divya Bhaskar
પક્ષીઓને સારવાર આપવા માટે સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી હતી.
 • પક્ષીઓને વેન્ટિલેટરથી ઓક્સિજન આપી તેમના જીવ બચાવવામાં આવ્યા

વડોદરાઃ શહેર જિલ્લામાંથી ઉત્તરાયણ પર્વે પતંગના દોરા વડે ઈજાગ્રસ્ત થયેલા 57 પક્ષીઓને બચાવી લેવામાં આવ્યાં હતાં. જ્યારે 25 પક્ષીઓ મૃત્યુ પામ્યાં હતાં. આ પક્ષીઓને તાત્કાલિક ધોરણે વેટરનરી પોલિ ક્લિનિક હોસ્પિટલ ભૂતડીઝાંપા અને ગેંડા સર્કલ ખાતે સારવાર અપાઇ હતી. પક્ષીઓને વેન્ટિલેટરથી ઓક્સિજન આપી તેમના જીવ બચાવવામાં આવ્યા હતા.

ઘાયલ પક્ષીઓમાં શહેરમાં સૌથી વધુ કબૂતરો જોવા મળ્યાં હતાં
આ વર્ષે ઉત્તરાયણ પર્વે પતંગના દોરા વડે ઘવાયેલાં પક્ષીઓને બચાવવા માટે વન વિભાગ અને પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા વિવિધ 38 સ્થળ‌ો પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ કેમ્પ પર ગત 12મી તારીખથી કાર્યકરો દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત સારવાર આપવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. વડોદરા શહેર અને જિલ્લામાંથી કુલ 57 પક્ષીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો, જ્યારે 11 પક્ષીઓ એવાં હતાં જેમને મોડી સારવાર મળવાને કારણે અથવા વધુ ઘાયલ હોવાથી સ્થળ પરથી જ મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.

અત્યાધુનિક મશીનોથી સારવાર
શહેરના વેટરનરી પોલિક્લિનિક ભૂતડીઝાંપા ખાતે તથા ગેંડા સર્કલ પર 70 પક્ષીઓને ઇન્ટેરિવ કેર ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે સ્ટિચીસ લેવાનું, વેન્ટિલેટર પર સારવાર, ફિઝિયોથેરાપી, એન્ટિશોક ટ્રીટમેન્ટ, પ્રોપટાજિઅમ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. વેટરનરી હોસ્પિટલના અધિકારી ડૉ.કે એમ ડામોરે જણાવ્યું હતું કે, 6 વર્ષ પહેલાં અમે ઉત્તરાયણમાં ઘવાતાં પશુઓને સારવાર આપવા વિવિધ એનજીઓમાં જતા હતા. બર્ડ્સ ઇન્જરીના કેસો વધતાં સરકાર પાસેથી અમે અત્યાધુનિક પદ્ધતિનાં મશીન અને મેડિસીનની માગણી કરી વડોદરાના પશુ ચિકિત્સાલય ખાતે જ એવિઅન ટ્રીટમેન્ટની શરૂઆત કરી હતી.

કબૂતરો વધારે ઈજાગ્રસ્ત
આ વર્ષે ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થયેલાં પક્ષીઓ પૈકી સૌથી વધુ કબૂતરો છે. 30 જેટલાં કબૂતરોને બચાવી લેવામાં આવ્યાં હતાં. જ્યારે 10થી 12 કબૂતરો મૃત્યુ પામ્યાં હતાં.આજે સવારે ગોત્રી હરિકૃપા સોસાયટીમાંથી ધર્મેશ નામની વ્યક્તિનો એનિમલ રેસ્ક્યૂ ટ્રસ્ટને ફોન આવ્યો હતો. તેમના ઘર નજીક વડોદરામાં રેર જોવા મળતું એવું પક્ષી શાહિન ફાલ્કન પતંગના દોરા વડે ઇન્જર્ડ થઇને પડ્યું હતું. સંસ્થાના પાર્થ વાઘેલા અને પ્રકાશ પક્ષીને રેસ્ક્યૂ કરવા માટે ગયા હતા. શાહિન ફાલ્કનની જમણી પાંખમાં વધુ ઇન્જરી હોવાથી પક્ષી મૃત હાલતમાં હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પક્ષી વિશ્વમાં સૌથી ઝડપી ઉડતાં પક્ષીઓમાંથી એક ગણવામાં આવે છે. વડોદરામાં આ પક્ષી ઘણાં ઓછાં છે.
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો