સુરતવાળી થવાનો ભય / વડોદરામાં 240 હાઇરાઇઝ બિલ્ડીંગો પાસે ફાયર NOC જ નથી, સીલ કરવાની સત્તા ન હોવાથી ફાયર બ્રિગેડ લાચાર, હજારો લોકો પર જીવનું જોખમ

ગાંધીનગર ગૃહ પાસે આવેલા સીતાડેલ કોમ્પલેક્ષે પણ ફાયર એનઓસી લીધી જ નથી
ખંડેરાવ માર્કેટ પાસે આવેલા વ્રજ સિદ્ધી ટાવરે ફાયર એનઓસી લીધી જ નથી.
ખંડેરાવ માર્કેટ પાસે આવેલા વ્રજ સિદ્ધી ટાવરે ફાયર એનઓસી લીધી જ નથી.

  • 240 જેટલી હાઇરાઇઝ બિલ્ડીંગને નોટીસ આપ્યા છતાં NOC રિન્યુ કરાવી નથી
  • 11 બિલ્ડીંગના એસોસિયેશને તો ફાયર બ્રિગેડ પાસેથી NOC લીધી જ નથી 
  • વડોદરા મહાનગરપાલિકા તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઇને બેઠુ હોય તેમ લાગે છે 

Divyabhaskar.com

Jan 22, 2020, 05:33 PM IST
વડોદરાઃ સુરતના રઘુવીર માર્કેટમાં આગની ઘટના બાદ રાજ્યભરમાં હાઇરાઇઝ બિલ્ડીંગોની ફાયર સેફ્ટી સામે સવાલો ઉભા થયા છે, ત્યારે વડોદરા શહેરમાં 240 જેટલી હાઇરાઇઝ બિલ્ડીંગની ફાયર NOC લેવાઇ નથી. જેમાં મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા રહેલી હોવા છતાં ફાયર બ્રિગેડે માત્ર માત્ર નોટીસો આપીને સંતોષ માન્યો છે. ફાયર બ્રિગેડ પાસે બિલ્ડીંગ સીલ કરવાની સત્તા ન હોવાથી લાચાર છે. અને પાલિકાએ હજુ સુધી આ ઇમારતો સામે કોઇ કડક કાર્યવાહી કરી નથી.
240 જેટલી બિલ્ડીંગોમાં હજારો લોકોના જીવ જોખમમાં છે
વડોદરા શહેરમાં 590 જેટલાઇ હાઇરાઇઝ બિલ્ડીંગ આવેલી છે, જે પૈકી 350 બિલ્ડીંગ પાસે ફાયર બ્રિગેડની NOC છે. પરંતું 240 જેટલી હાઇરાઇઝ બિલ્ડીંગે ફાયર NOC રિન્યુ કરાવી નથી. આ તમામ બિલ્ડીંગનો ફાયર બિગ્રેડે નોટીસો આપી છે, તેમ છતાં NOC ન લીધી હોવાથી તેમાં કામ કરતા હજારો લોકોના જીવ જોખમમાં મૂકાયેલા છે. વડોદરા શહેરમાં 11 હાઇરાઇઝ બિલ્ડીંગ તો એવી છે, જેઓએ આજ દિવસ સુધી ફાયરની NOC લીધી જ નથી, તેમ છતાં વડોદરા મહાનગરપાલિકા કે ફાયર બ્રિગેડે આજ દિવસ સુધી તેમની સામે કોઇ કડક કાર્યવાહી કરી નથી.
અમારી પાસે બિલ્ડીંગ સીલ કરવાની સત્તા જ નથીઃ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર
વડોદરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં 590 જેટલા હાઇરાઇઝ બિલ્ડીંગમાંથી 350 જેટલી બિલ્ડીંગ પાસે ફાયર NOC છે. અને 11 બિલ્ડીંગોએ તો આજદિવસ સુધી ફાયર NOC લીધી જ નથી. અને દર વર્ષે 150 જેટલી ઇમારતોને નોટીસો આપીએ છીએ. અમારી પાસે માત્ર નોટીસ આપવાની સત્તા જ છે. અમારી પાસે બિલ્ડીંગ સીલ કરવાની સત્તા જ નથી. ફાયર NOC ન લેવી એ ખુબ જ ગંભીર બાબત છે. અને જ્યારે આગ લાગશે ત્યારે અમને જ મુશ્કેલી પડશે.
આ 11 હાઇરાઇઝ બિલ્ડીંગોએ ફાયરની NOC લીધી જ નથી
- અભિલાષા કોમ્પલેક્ષ, જેતલપુર
- દીપક નગર એ-ટાવર, ફતેગંજ
- ઓવેશ ટાવર, ફતેગંજ
- માણકી કોમ્પલેક્ષ, પાણીગેટ
- ન્યુ હેવન એન્કલેવ, પાણીગેટ
- વ્રજ સિધ્ધિ ટાવર, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા
- સીતાડેલ કોમ્પલેક્ષ, ગાંધી નગર ગૃહ પાસે
- વિર એવન્યુ, માંજલપુર નાકા
- વ્હાઇટ હાઉસ, વાસણા રોડ
- વુડલેન્ડ બિલ્ડીંગ, જીઈબી સામે
- ભદ્રલોક સી-ટાવર, ઓલ્ડ પાદરા રોડ
X
ખંડેરાવ માર્કેટ પાસે આવેલા વ્રજ સિદ્ધી ટાવરે ફાયર એનઓસી લીધી જ નથી.ખંડેરાવ માર્કેટ પાસે આવેલા વ્રજ સિદ્ધી ટાવરે ફાયર એનઓસી લીધી જ નથી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી