ગૌરવ / વડોદરાના કલાકારોના 20 શિલ્પો ગ્વાલિયરની શોભા વધારશે

ચરખાના ચક્રનો ઘેરાવો 10 ફૂટ તો બીજું શિલ્પ બનાવવા 1500 પાઇપો વપરાઈ છે
ચરખાના ચક્રનો ઘેરાવો 10 ફૂટ તો બીજું શિલ્પ બનાવવા 1500 પાઇપો વપરાઈ છે

  • વડોદરાની  કલાકારો દ્વારા વેસ્ટ ટુ આર્ટ કન્સેપ્ટ પર શિલ્પો તૈયાર કરીને મૂકાશે 

Divyabhaskar.com

Dec 23, 2019, 02:18 AM IST

વડોદરાઃ ત્રણ વર્ષ અગાઉ વડોદરામાં સ્ક્રેપમાંથી બનેલા શિલ્પો વડોદરાના આર્ટિસ્ટોએ બનાવ્યા હતા હવે વડોદરાના 10 આર્ટિસ્ટો મધ્યપ્રદેશના રજવાડી શહેર ગ્વાલિયર માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 20 શિલ્પો તૈયાર કરી રહ્યાં છે. ઓછામાં ઓછા 15 ફૂટ ઊંચા તૈયાર થઇ રહેલા આ શિલ્પો ગ્વાલિયરના બગીચા, સર્કલ અને ચાર રસ્તાઓ પર મૂકવામાં આવશે. વડોદરાના સિનિયર શિલ્પકાર જિતેન્દ્ર સોલંકીના વડપણ હેઠળ આ શિલ્પો સ્ક્રેપમાંથી તૈયાર કરાઇ રહ્યાં છે.

15 ફૂટ ઊંચા શિલ્પો તૈયાર કર્યાં
હાલમાં 15 ફૂટ ઊંચું મહાત્મા ગાંધીજી અને ચરખા તથા સરોદની કૃતિઓ તૈયાર થઇ રહી છે. ત્યારબાદ જૂન સુધીમાં સ્ત્રીઓની સ્વતંત્રતા, દુષ્કર્મ સામે જાગૃતિ, શ્રવણકુમાર સહિતના 15 ફૂટ ઊચાઇના શિલ્પો તૈયાર કરાશે. પ્રોજેક્ટના ક્યુરેટર સચીન કાલુસ્કરે જણાવ્યું કે, ગ્વાલિયરની નષ્ટપ્રાય થતી મૃણશિલ્પની કલા અને આ વિસ્તારમાં જ જોવા મળતી સોનચિડિયાના નામે જાણીતી ચકલીના શિલ્પ તૈયાર કરાશે.

ચરખાના ચક્રનો ઘેરાવો 10 ફૂટ
ગાંધીજીના સ્વાવલંબનના પ્રતીક સમા ચરખાના વિશાળ શિલ્પની લંબાઇ 18 ફૂટ છે અને ચક્રનો ઘેરાવો જ 10 ફૂટનો છે. આ ચક્રનું વજન પ્રમાણમાં ઓછું રાખવામાં આવ્યું છે જેથી તે ફરી શકે. આ તમામ શિલ્પોના ફરતે એલઇડી લાઇટ્સો ફિટ કરાશે.

શિલ્પ બનાવવા 1200 પાઇપોનો ઉપયોગ
મહાત્મા ગાંધીજીના આ શિલ્પની થીમ એવી છે કે શિલ્પનો પાછળનો ભાગ વ્યક્તિના કર્મો છે, આગળનો ભાગ એ કર્મોને લીધે સર્જાતી તેમની મહાનતા છે. આ શિલ્પ 15 ફૂટ ઊંચું અને 10 ફૂટ પહોળું, અને વજન 2,500 કિલોગ્રામ જેટલું છે તથા 1,200 જેટલી પાઇપોનો ઉપયોગ કરાયો છે.

ગ્વાલિયરમાં આ શિલ્પો ક્યાં ક્યાં ફીટ કરાશે?
ગ્વાલિયરના ગાંધી પાર્કમાં ગાંધીજીની પ્રતિમા મૂકાશે આ ઉપરાંત નજીકના ચાર રસ્તા પર ચરખાનું શિલ્પ મૂકાશે. આ ઉપરાંત ડીબી મોડેલ ત્રણ રસ્તા, આકાશવાણી ચાર રસ્તા, ફુલબાગ ચાર રસ્તા અને ઇન્દ્રગંજ તથા ગોલે કા મંદિર તથા જીવાજી યુનિવર્સિટીમાં પણ એક શિલ્પ મૂકવામાં આવશે. આ શિલ્પો વિશે જિતેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, ‘ તમામ શિલ્પોને ડિકો ઓટોમોબાઇલ કલર કરવામાં આવશે જેથી લાંબા સમય સુધી ગરમી કે વરસાદની અસર થશે નહીં.’

X
ચરખાના ચક્રનો ઘેરાવો 10 ફૂટ તો બીજું શિલ્પ બનાવવા 1500 પાઇપો વપરાઈ છેચરખાના ચક્રનો ઘેરાવો 10 ફૂટ તો બીજું શિલ્પ બનાવવા 1500 પાઇપો વપરાઈ છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી