નડિયાદ / ઉત્તરસંડાના પાપડનું વિદેશમાં ધૂમ વેચાણ, મહિલાઓ ડોલરમાં કમાણી કરે છે

Uttarsandas papads Demand increased in abroad, women earn dollars

  • ઉત્તરસંડાનો મઠિયા ગૃહઉદ્યોગ કોર્પોરેટ ગણાય છે
  • ગૃહઉદ્યોગમાં 150 જેટલાં બહેનો દરરોજ 60 ટન પાપડ, ચોળાફળી તૈયાર કરે છે
  • 15000 થી વધુ વસતી ધરાવતાં આ ગામની ઓળખ પાપડ, મઠિયા, ચોળાફળી બની ગઇ છે

Divyabhaskar.com

Oct 21, 2019, 10:49 AM IST

નડિયાદ: ભારતમાં ગુજરાત રાજ્ય એક એવું છે જ્યા ના લોકો દેશ અને વિદેશમાં પોતાની આવડત અને વેપારી દિમાગના કારણે જાણીતા બન્યા છે. પછી ભગે એ ખેતી હોય કે પછી અન્ય ઉદ્યોગો ગુજરાતી હંમેશા આગળ રહ્યા છે. ગુજરાતના ઘણા એવા ગામો છે જે આજે વિદેશમાં પ્રચલિત થયા છે. ત્યારે આજે અમે વાત કરી રહ્યા છીએ નડિયાદમાં આવેલા ઉત્તરસંડા ગામની જે હાલ દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહ્યું છે. ગામનું પ્રખ્યાત થવાનું મુખ્ય કારણ અહી બનતા પાપડ અને ચોળાફેળી છે. અહી એન્ટર થતા જ તમને મોટા ભાગની દુકાનોમાં પાપડ-ચોળાફળીનું વેચાણ થતું જોવા મળે છે.

ઓટોમેટીક પ્લાન્ટ મારફતે માલ તૈયાર કરાવાય છે
આ અંગે વેપારીઓના જણાવ્યાં અનુસાર, નડિયાદના સીમાડા પરના ઉત્તરસંડા ગામના પ્રવેશદ્વારથી જ પાપડ, મઠિયા, ચોળાફળીના મસમોટા ઉત્પાદનની ફેક્ટરીની શરૂઆત થાય છે. હાલમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને શ્રમજીવી પરિવારમાંથી આવતાં અંદાજે 150 જેટલાં બહેનો મારફતે રોજના 40 થી 60 ટન જેટલો પાપડ, મઠિયા, ચોળાફળીનો જથ્થો તૈયાર કરાવાય છે. જો કે, સામાન્ય સંજોગોમાં તો માત્ર 40-45 બહેનો મારફતે બે-અઢી ટન જેટલો માલ બનાવવામાં આવે છે. દિવાળી નજીક આવશે તેમ તેમ બજારમાં ઘરાકી નીકળવાની આશા રાખી બેઠા છીએ. તેમણે એમ પણ ઉમેર્યું કે, ઓટોમેટીક પ્લાન્ટ મારફતે માલ તૈયાર કરાવાય છે. દશેરા અગાઉથી જ પાપડ, મઠિયા, ચોળાફળીના કાચા માલ અડદદાળ, મગદાળ, તલ, મસાલા, લાલ-સફેદ મરચાં, ખાંડ, પેકિંગ મટિરીયલ્સ વગેરેની તૈયારી કરી દેવાય છે. ઉલ્લેખનીય છે કે, અંદાજે 15000 થી વધુ વસતિ ધરાવતાં ઉતરસંડા ગામની ઓળખ પાપડ, મઠિયા, ચોળાફળી બની ગઇ છે.

વિદેશમાં વધી ઉત્તરસંડાના પાપડની ડિમાન્ડ
1986માં ઉત્તરસંડા ગામમાં પાપડ ઉદ્યોગની પ્રથમ ફેક્ટરી શરૂ થઈ હતી. અહીંના પાપડ-મઠિયાની ડિમાન્ડ દેશની સાથે સાથે વિદેશમાં પણ વધારે છે. મોટા પ્રમાણમાં પાપડ-ચોળાફળી-મઠિયા સહિતની વસ્તુઓ વિદેશ ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. અને એટલે જ આ ગામના લોકો રૂપિયાની સાથે ડોલરમાં પણ કમાણી કરે છે.

ગામમાં પાપડ-મઠિયાની 25થી વધારે ફેક્ટરી
હાલના સમયમાં ઉત્તરસંડા ગામમાં પચીસથી વધારે પાપડ-મઠીયાની ફેક્ટરી આવેલી છે. જેમાંની પાંચથી છ ફેક્ટરી દેશ-વિદેશમાં પ્રચલિત બની છે. જયારે અન્ય કંપનીઓ નાના પાયે પાપડ, ચોળાફળીના ઉત્પાદન દ્વારા અઢળક નાણાં કમાઈ રહી છે. વર્ષો પહેલા અન્ય રાજ્યમાંથી ઉત્તરસંડા ગામમાં સીંગ ચણાના વેપારી કરવા આવેલા એક વેપારીએ જણાવ્યું હતું કે જ્યારે હું આવ્યો ત્યારે પાપડની ઉત્તરસંડામાં બે કે ત્રણ ફેક્ટરીઓ હતી. પરંતુ હાલના દિવસોમાં નાની-મોટી અઢળક ફેક્ટરીઓ છે. ઉપરાતં મારા જેવા પાપડ,મઠીયા, ચોળાફળીનું વેચાણ કરનારા દુકાનદારો અને એજન્ટોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. તેમ છતાં ઘંધાને કોઈ નુકસાન થયું નથી. અને ભવિષ્યમાં ઘંધામાં વધારો થશે તેમ લાગી રહ્યું છે.

રોજ 70થી 75 બહેનોને રોજગારી અપાય છે
ગતવર્ષની દિવાળી જેવી જ સારી સ્થિતિ પાપડ, ચોળાફળી, મઠિયાના ધંધામાં જણાય છે. દિવાળીના તહેવારોમાં દોઢસોથી બસો ટન જેટલાં પાપડ, મઠિયા, ચોળાફળીના માલની ખપત રહે છે. રેગ્યુલર દિવસોમાં 35-40 બહેનો કામ કરે છે, દિવાળીમાં વધુ માલ તૈયાર કરવા માટે આશરે 70-75 બહેનોને રોજગારી અપાય છે. કનુભાઈ પટેલ, શ્રીજી પાપડ.

X
Uttarsandas papads Demand increased in abroad, women earn dollars

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી