મારામારી / નડિયાદના સંતરામ પોલીસ ચોકીથી 200 મીટર દૂર જ બે જૂથ બાખડ્યાં

Two groups were stranded 200 meters away from Santram police station in Nadiad

  • સામસામે હુમલામાં 8થી વધુ વ્યક્તિને ઇજા
  • રાવળવાસમાં ગરબાને લઇને મોડી રાત્રે મારામારી : રાતના ઝઘડાની અદાવત રાખીને સવારે ફરીથી તકરાર

Divyabhaskar.com

Oct 10, 2019, 09:00 AM IST

નડિયાદ: નડિયાદના ડુમરાલ બજાર નજીક રાવળવાસમાં મંગળવાર રાત્રે 3.30ના અરસામાં યુવકો વચ્ચે ગરબા રમતાં રમતાં બોલાચાલી થઇ હતી. બાદ મામલો ઉગ્ર બન્યો હતો. વડીલોએ વચ્ચે પડીને જે તે સમયે મામલો થાળે પાડ્યા બાદ સવારે 6 વાગ્યાના અરસામાં ફરીથી 25 માણસોનું ટોળું મારક હથિયારો સાથે આવ્યું હતું અને મારામારી થઇ હતી. લાકડી અને દસ્તાથી કરવામાં આવેલા હુમલામાં 8થી વધુ લોકોને ઇજા થઇ હતી.


આ મામલે નડિયાદ ટાઉન પોલીસે રાજેશ દશરથભાઇ રાવળ (રહે.રાવળવાસ, ડુમરાલ બજાર)ની ફરિયાદના આધારે સમીર કિરીટભાઇ સોની (રહે. ખારાકૂવા), અરવિંદ કેશવભાઇ રાવળ (રાવળવાસ), શૈલેષ નટુભાઇ રાવળ (મૂળ ખેડા, રબારીવાસ) તથા ધવલ કિશોરભાઇ રાવળ (રાવળવાસ) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નડિયાદ ટાઉન પોલીસ મથક અંતર્ગત આવતી સંતરામ પોલીસ ચોકી રાત્રિના સમયે બંધ કરી દેવામાં આવે છે. આ ઘટના પોલીસ ચોકીથી માત્ર 200 મીટરના અંતરે જ બની હતી, પરંતુ રાત્રિના સમયે ચોકી બંધ હતી. સવારે ફરીથી જ્યારે તકરાર અને ઘર્ષણ થયું ત્યારે પણ ચોકી બંધ જ હતી.


150થી વધુ લોકોનું ટોળું રાવળવાસથી સંતરામ પોલીસ ચોકીએ પહોંચ્યું
બપોરના સમયે 150થી વધુ માણસોનું ટોળું રાવળવાસથી સંતરામ પોલીસ ચોકી પાસે આવી જતાં ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ હતી. જોકે પોલીસે ટોળાંને વિખેર્યું હતું. તેમછતાં 50 માણસોના ટોળાંએ પોલીસ મથકે હાજર રહીને ઉગ્ર રજૂઆત કરી હતી.


ધારિયા, તલવાર, દસ્તો, લાકડીઓ લઇને આવ્યા હતા
ઇજાગ્રસ્ત મુકેશભાઇ સુરેશભાઇ રાવળે જણાવ્યું હતું કે, રાજેશભાઇને માર મારતાં હોવાથી હું તેમને બચાવવા વચ્ચે પડ્યો હતો. આ સમયે મારા ઉપર પાછળથી કોઇકે દસ્તાથી હુમલો કર્યો હતો. મને માથામાં ઇજા થઇ હતી. ટોળું ધારિયા, તલવાર, લોખંડની પાઇપ, દસ્તો, લાકડીઓ લઇને આવ્યા હતા.


દારૂ પીધેલી હાલતમાં ગરબા રમતા હતા
ગરબામાં સામે જોવાને લઇને બોલાચાલી બાદ મારામારી થઇ હતી. 22 લોકો સામે હતા અને અમે 5 હતા. 3.30 વાગે ઝઘડો થયો. 6 વાગે ફરીથી 25 લોકોના ટોળાએ મારામારી કરી. મને છોડાવવા વચ્ચે પડેલા ભાઇને પણ માથામાં માર્યું. દારૂ પીને આવીને ગરબા રમતાં હતા. - રાજેશભાઇ રાવળ, ફર્સ્ટ પર્સન

X
Two groups were stranded 200 meters away from Santram police station in Nadiad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી