તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે ફેક ડોક્ટર ઝડપાયા, એક ધો.5 અને બીજો માત્ર ધો.8 ભણેલો, છતા લાંબા સમયથી ક્લિનીક ચલાવતા હતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સારવાર માટે આવતા દર્દીઓએ ટેલ્બેટ, ઈન્જેક્શન તેમજ બોટલો ચઢાવી આરોગ્ય સાથે ચેડાં કરતા હતા
  • ખેડા આરોગ્ય વિભાગની ટીમે ડો.નૌતમ ક્લિનીકમાં દરોડો પાડ્યો હતો

નડિયાદ: ડોક્ટરને ભગવાન સમાન ગણવામાં આવે છે. જોકે કેટલાક એવા લોકો છે જેમના કારણે લોકોને ડોક્ટરો પર હવે ભરોશો કરવો મુશ્કેલી બની ગયો છે. દેશમાં અવાર નવાર ફેક ડિગ્રી દ્વારા દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરો ઝડપાય છે. ત્યારે ગઇકાલે નડિયાદમાં પણ એક કેસ સામે આવ્યો છે. જ્યાં બે બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. આ બે ડોક્ટરોમાંથી એક ધોરણ 5 અને બીજાએ માત્ર ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે. પરંતુ ફેક ડિગ્રીઓ દ્વારા ઘણા લાંબા સમયથી દવાખાનું ખોલીને દર્દીના જીવન સાથે રમી રહ્યા હતા. આ અંગે સ્થાનિકોને જાણ થતા વાત ગાંધીનગર સુધી પહોંચી હતી. સૂચનાના આધારે ખેડાના આરોગ્ય વિભાગે દરોડો પાડીને ડોક્ટરોનો ભાંડો ફોડી નાખ્યો હતો. મોડી રાત્રે મેમનગર પોલીસ સ્ટેશનમાં બંન્ને ફેક ડોક્ટરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે. 

પિતાના અવસાન બાદ અભણ પુત્રએ ક્લિનીક ચાલુ રાખ્યુ
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેમદાવાદ તાલુકાનાં નેનપુરા ગામમાં છલ્લા ઘણા વર્ષોથી ડો. નૌતમભાઈનું ક્લિનીક ચાલે છે. તેમના અવસાન બાદ તેમનો પુત્ર આદિત્ય એન. પટેલ ગામના કિરણભાઈ દાનીયલભાઈ ખ્રિસ્તીની મદદથી ફેક ડિગ્રીનો ઉપયોગ કરીને આ ક્લિનીક ચલાવતો હતો. બંન્ને સારવાર માટે આવતા દર્દીઓએ ટેલ્બેટ, ઈન્જેક્શન તેમજ બોટલો ચઢાવી તેમના આરોગ્ય સાથે ચેડાં કરતા હતા. 

ક્લિનીકમાંથી ગાંધીનગરના ડો. પ્રજાપતિના નામની ડિગ્રી મળી આવી હતી 
આ અંગે જાણ થતા સ્થાનિકોએ ગાંધીનગર આરોગ્ય વિભાગને તેની ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે ખેડા આરોગ્ય વિભાગના અધિકારી ડો. જાગાણીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે ડો.નૌતમ ક્લિનીકમાં દરોડો પાડ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમ ક્લિનીક પર પહોંચી ત્યારે કિરણ ખ્રિસ્તી અને આદિત્ય પટેલ દર્દીઓને દવા આપી રહ્યા હતા. અધિકારીઓ દ્વારા પુછપરછ કરતા બંન્નેએ જણાવ્યું કે, ડોક્ટર હજુ આવ્યા નથી અમે તો કેસમાં લખેલી દવાઓ આપી રહ્યા છીએ. ક્લિનીકમાં તપાસ કરતા ગાંધીનગરના ડો. પ્રજાપતિના નામની ડિગ્રી મળી આવી હતી. ઘણા સમય સુધી ડોક્ટરની રાહ જોતા કોઇપણ ન આવતા બંન્નેનો ભાંડો ફૂટ્યો હતો. 

આરોગ્ય વિભાગે દવાઓ અને અન્ય સામગ્રી જપ્ત કરી
અધિકારીઓએ આસપાસના લોકો સાથે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ ક્લિનીકમાં માત્ર આ બે જ છે, અન્ય કોઇ ડોક્ટર નથી. કડક પુછપરછ કરતા જાણવા મળ્યું કે કિરણ ખ્રિસ્તી ધોરણ 5 અને આદિત્ય માત્ર ધોરણ આઠ સુધી ભણ્યો છે. તેમની પાસે કોઇપણ મેડિકલ ડિગ્રી કે મેડિકલ કાઉન્સીલનું પ્રમાણપત્ર નથી. આરોગ્ય વિભાગ મેહમદાવાદ પોલીસને આ ફેક ડોક્ટરો સામે ફરિયાદ નોંધાવી અને ક્લિનીકમાં પડેલી દવાઓ અને અન્ય સામગ્રી જપ્ત કરી લીધી હતી. 

પોલીસ ફરિયાદની તજવીજ કરાઇ
નેનપુરખાતે દરોડો પાડવા ગયેલી આરોગ્ય વિભાગની કામગીરીમાં કોઇ રૂકાવટ ન આવે તે માટે તંત્રએ પોલીસની પણ મદદ લીધી હતી. આરોગ્ય વિભાગની ટીમમાં જિલ્લા તથા તાલુકાની ટીમના માણસોનો પણ સમાવેશ કરાયો હતો. ઘટના બાદ કનીજ પીએચસી દ્વારા કિરણ કિશ્ચિયન સામે મહેમદાવાદ પોલીસ મથકે એફ.આઇ.આર. નોંધાવવાની તજવીજ શરૂ કરાઇ છે. આરોગ્ય વિભાગની તપાસમાં હજુ પણ જેના નામ ખૂલશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો