તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદઃ સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા ફાગણ સુદ પૂનમના લોકમેળામાં ચોતરફથી પદયાત્રીઓ, શ્રધ્ધાળુઓનો મહેરામણ ઉમટ્યો હતો. જેનો સીધો લાભ નડિયાદ એસ.ટી.વિભાગ દ્વારા 405 જેટલી બસો દોડાવીને દોઢેક લાખથી વધુ મુસાફરોને બસ સુવિધા પુરી પાડીને સવા કરોડની ધીંગી આવકનો થયો હતો. એસ.ટી.ની 1000 જેટલી ટ્રીપ દોડાવાઇ હતી.
ફાગણ સુદ પૂનમના મેળામાં 639 બસો મારફતે સવા લાખ પેસેન્જરનું પરિવહન કરવામાં આવ્યુ
નડિયાદ એસ.ટી. દ્વારા ડાકોર યાત્રાધામ ખાતે સ્વામિનારાયણ મંદિર સામે, નવા બસ સ્ટેન્ડ અને ગુજરીબજારના હંગામી બસ સ્ટેશન ઉભા કરી પ્રવાસીઓને પરિવહન સેવા પુરી પાડવામાં આવી હતી તેમ વિભાગીય નિયામક એ.કે.પરમારે જણાવ્યું હતુ. તેમણે કહ્યું કે, વર્ષ 2019 ના ફાગણ સુદ પૂનમના મેળામાં 639 બસો મારફતે સવા લાખ પેસેન્જરનું પરિવહન કરવામાં આવતાં રૂ.92,86 લાખની આવક થઇ હતી. ગત વર્ષની જેમ આ વખતે પણ વિભાગની બસોને અમદાવાદ, ખેડા, નડિયાદ, કપડવંજ, આણંદ, બોરસદ, બાલાસિનોર, ગોધરા, દાહોદ, ઝાલોદ તરફ દોડાવવામાં આવી હતી.
કોરોનાની અસરથી મુસાફરો ઘટતાં 1,75 કરોડનો ટાર્ગેટ પુરો ના થયો : નિયામક એ.કે.પરમાર
ડાકોર યાત્રાધામમાં ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા રાજ્યભરની સાથે દેશ-વિદેશમાંથી શ્રધ્ધાળુઓ ઉમટતાં હોય છે. જો કે, આ વખતે કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના વાયરસની માઠી અસર ડાકોર મંદિરના યાત્રિકોમાં જોવા મળી હતી. લોકોનો ધસારો ઘટ્યો હતો. તેના લીધે એસ.ટી.ની આવક પોણા બે કરોડ રૂપિયા જેટલી કરવાની આશા પરિપૂર્ણ થઇ નથી. મનની મનમાં રહી ગઇ તેનો વસવસો નિયામક એ.કે.પરમારે વ્યક્ત કર્યો હતો.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.