તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદ: નડિયાદમાં આવેલી ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘની સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં 1994માં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓની રજત જયંતિની પણ ઉજવણી કરાઈ હતી. જોકે, આ સામાન્ય સભામાં અમેરિકા સ્થિત અને 1968ની પ્રથમ બેચના વિદ્યાર્થી પ્રદીપભાઈ લક્ષ્મીકાંત દલાલનું ખાસ સન્માન કરાયું હતું. પ્રદીપભાઈએ સંસ્થાને 1 લાખ ડોલરનું દાન આપ્યું છે. 1977માં તેઓને અમેરિકા જવા માટે ટિકિટના રૂપિયા પણ નહતા. જે તેઓએ સંબંધી, મિત્રોની મદદથી મેળવી ત્યાં પહોંચ્યાં હતાં.
અમદાવાદથી નડિયાદ અભ્યાસ માટે આવતાં હતાં
આ અંગે પ્રદીપભાઈ દલાલે જણાવ્યું હતું કે, 1968માં ડીડીઆઈટીની પહેલી બેંચમાં કેમિકલ એન્જિનીયરીંગ શાખામાં પ્રવેશ મળવ્યો હતો. જે 1974માં પાસ કરી હતી. પિતા લક્ષ્મીકાંત કોર્ટમાં કલાર્ક હતાં. પરિવારમાં સૌથી મોટા હોવાથી અનેક જવાબદારીઓ હતી. જોકે, અમદાવાદથી જ નડિયાદ અભ્યાસ માટે દરરોજ આવતાં હતાં. જેમના માટે તેઓ વ્હેલી સવારે જ ઉઠીને 6-45 વાગે ઘરેથી નીકળી જતાં હતાં. બાદમાં સીટી બસ અને ટ્રેનના સહારે ત્રણ કલાકે નડિયાદ પહોંચતાં હતાં અને અભ્યાસ બાદ આવી જ રીતે પરત ઘરે પહોંચતાં હતાં. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વટવા જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી હતી. જ્યાં મહિને ફક્ત રૂ.250નો પગાર મળતો હતો.
અમેરિકામાં ત્રણ મહિના સુધી કોઇ જ નોકરી મળી ન હતી
જોકે, 1977માં અમેરિકાના દરવાજા ખુલ્યાં હતાં. પરંતુ તેમની પાસે ટીકીટના જરૂરી નાણાં નહતાં. જે તેઓએ સંબંધી અને મિત્રોની મદદથી મેળવી અમેરિકા પહોંચ્યાં હતાં. અમેરિકા પહોંચ્યા બાદ પણ સંઘર્ષ પૂરો થયો નહતો. ત્યાં ત્રણ મહિના સુધી કોઇ જ નોકરી મળી નહતી. બચત પણ પુરી થવા આવી હતી. આખરે અમેરિકન આર્મીમાં જોડાવવાનું નક્કી કર્યું હતું. આ નિર્ણય પાછળ બે મહત્વના કારણો હતા. જેમાં આર્મીમાં જોડાયા બાદ અભ્યાસનો ખર્ચ સરકાર ઉઠાવે છે અને બીજું પત્ની સાથે રહેવા મળે છે. આ બન્ને કારણોસર તેઓએ આર્મી જોઇન્ટ કર્યા બાદ તેની કડક ટ્રેનીંગ પણ લીધી હતી. આર્મીની ફરજ દરમિયાન જ એમબીએ પૂર્ણ કર્યું હતું અને ત્રણ વર્ષ બાદ નોકરી છોડી દીધી હતી.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.