નડિયાદ / ઇન્દોર-અમદાવાદ હાઇવે પર ખાડા પુરવાની કામગીરી હાથ ધરાઇ

Work on filling the pits on the Indore-Ahmedabad highway

  • ટોલ ભરવા છતાં પણ જીવના જોખમે પસાર થવું પડે છે

Divyabhaskar.com

Oct 13, 2019, 08:29 AM IST

નડિયાદ, સેવાલીયા: ચોમાસામાં વરસાદ દરમિયાન ઇન્દોર-અમદાવાદ હાઇવે ધોવાયા બાદ રોડ ઉપર મસમોટા જોખમી ખાડા પડવાને કારણે વાહનચાલકો પરેશાન થઇ ઉઠ્યા હતા. જોખમી બનેલાં આ ખાડા બાબતે દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. જોકે ચોમાસું પૂર્ણ થતાં જ તુરંત તંત્ર દ્વારા મરામતની કામગીરી હાથ ધરવામાં આવતાં, વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.

છેલ્લા ઘણા સમયથી સેવાલીયાથી પસાર થતા ઇન્દોર- અમદાવાદ ટોલ રોડની સાઈડ ઉપર મસમોટા, જોખમી ખાડા પડ્યા હતા. જેને લઈ વારંવાર અકસ્માતના બનાવો બનતાં હતા. બેફામ ગતિએ પસાર થતાં વાહનો ખાડામાં પછડાવાથી ક્યારેક સંતુલન ગુનાવી બેસતાં અકસ્માત સર્જાવાની સાથે સાથે વાહનોને પણ મોટાપાયે નુકસાન થતું હતું. સેવાલીયાથી - બાલાસિનોર રોડ પર બંને બાજુના માર્ગે પડેલા જોખમી ખાડા વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યાં હતા. પિઠાઇ અને વાવડી બંને ટોલ ભરવાં છતાં, વાહનચાલકોને બિસ્માર માર્ગ ઉપરથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેને લઇને અનેકવાર તંત્રને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ કોઇ પરિણામ આવ્યું ન હતું. આ અંગેના અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પણ પ્રસિધ્ધ થયા હતા. જોકે ચોમાસું ચાલું હોવાથી રોડની મરામત શક્ય ન હતી. જોકે હવે વરસાદે વિરામ લેતાં જ શનિવારે સવારથી જ રોડ ઉપરના જોખમી ખાડાને પુરવાની અને ધોવાઇ ગયેલા રોડની મરામત કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ટોલ ભરવા છતાં જીવના જોખમે પસાર થવું પડે છે : વાહનચાલક
વાહનચાલકોના જણાવ્યાનુસાર, આ રોડ ઉપરથી પસાર થવા માટે ટોલ વસુલવામાં આવે છે, પરંતુ તેમછતાં માર્ગ અત્યંત જોખમી અને બિસ્માર હાલતમાં છે. મતલબ કે ટોલ ભરીને પણ વાહનચાલકે તો જીવના જોખમે જ પસાર થવાનું ?

X
Work on filling the pits on the Indore-Ahmedabad highway

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી