નડિયાદ / દુષ્કર્મ કેસમાં વડતાલના બે સંતે આગોતરા જામીન અરજી પાછી ખેંચી 

વડતાલ મંદિરની ફાઇલ તસવીર
વડતાલ મંદિરની ફાઇલ તસવીર

  • બે સ્વામી સામે મદદગારીનો ગુનો નોંધાયો હતો

Divyabhaskar.com

Sep 13, 2019, 11:55 PM IST

નડિયાદ: વડતાલ સ્વામિનારાયણના બે સંત તરુણ પાર્ષદ પર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાના પ્રકરણમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ કેસમાં બંનેએ આગોતરા જામીન માટે અરજી કરી હતી જે પાછી ખેંચી લીધી છે. બે સ્વામી સામે મદદગારીનો ગુનો નોંધાયો છે.

3 માસ સુધી સગીર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું
વડતાલ લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા તરુણ પાર્ષદને ત્યાં જ રહેતા સુવ્રત સ્વામી ગુરુભક્તિ સંભવ સ્વામીએ ગુરુની સેવા કરવી તથા ગુરુની આજ્ઞાનું પાલન કરવું તેમ જણાવી તેની પાસે જુદા જુદા કામો કરાવતાં હતાં. પગ દબાવડાવી તરુણ પર દાનત બગાડી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ ઉપરાંત ઋષીકેશ ખાતે લઇ જઇ ત્રણ માસ દરમિયાન અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ બાબતે તરુણ પાર્ષદે જાણ કરતાં દેવ સ્વામી ગુરુ નીલકંઠ ચરણ સ્વામી તથા સંત વલ્લભ સ્વામીએ ધમકાવ્યો હતો. આ અંગે વડતાલ પોલીસે 8મી સપ્ટેમ્બરના રોજ ગુનો નોંધ્યો હતો. આ બાબતે નડિયાદની કોર્ટમાં દેવ સ્વામી ગુરુ નીલકંઠ ચરમ સ્વામી તથા સંત વલ્લભ સ્વામીએ આગોતરા મૂક્યાં હતાં. જે બાદમાં વિડ્રો કર્યાં હતાં.

X
વડતાલ મંદિરની ફાઇલ તસવીરવડતાલ મંદિરની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી