નડિયાદ / બંને મહિલા બાળકી સાથે ઘટનાસ્થળ સુધી કેમ અને કેવી રીતે પહોંચી તે રહસ્ય

The mystery of why and how both women reached the scene with the baby girl

  • નડિયાદ રેલ્વે સ્ટેશન નજીક ગુજરાત એક્સપ્રેસની અડફેટે અકસ્માત પ્રકરણ
  • પર્સ કે સામાન પોલીસને મળ્યા નથી તો ક્યાં ગયા ?
  • રેલ્વે ટ્રેક ઉપર ક્યાંથી આવ્યા તે પણ પ્રશ્ન 
  • જો મામલો આપઘાતનો છે તો તેની પાછળનું કારણ શું ?

Divyabhaskar.com

Oct 13, 2019, 08:23 AM IST

નડિયાદ: નડિયાદ રેલ્વે સ્ટેશન નજીક ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે બે મહિલા અને માસુમ બાળકીના મોતને લઇને હજી રહસ્ય અકબંધ છે. નડિયાદ રેલ્વે સ્ટેશન પાસે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે બે મહિલા અને એક માસુમ બાળકીનું મોત નીપજ્યું હતું. ઘટનાના 12 કલાક બાદ મૃતકોની ઓળખ માતરના બરોડાના રહીશ મધુબેન ભરવાડ, ભીખીબેન ભરવાડ, બાળકી સ્નેહલ ભરવાડ તરીકે થઇ હતી. જોકે આ મૃત્યુએ અનેક રહસ્યો સર્જ્યા છે. જેમાં માતરથી કીમ જવા નીકળેલ બંને દેરાણી-જેઠાણી રેલ્વે ટ્રેક ઉપર કેવી રીતે પહોંચ્યા તેને લઇને જ સૌથી મોટું રહસ્ય સર્જાયું છે.

આ ઉપરાંત મહિલાઓ પાસેથી પર્સ કે અન્ય કોઇ સામાન પણ મળ્યો નથી, તો તે ક્યાં ગયો તેને લઇને પણ સવાલો ઉભા થયા છે. તારાપુરમાં ક્યા તબીબને મળવા ગયા અને નડિયાદમાં ક્યાં સોનોગ્રાફી કરાવાના હતા કે કરાવવા ગયા હતા તેને લઇને પણ સવાલો અનુત્તર જ રહ્યા છે. ટ્રેનના ચાલકે બંને મહીલા ટ્રેનની સામે આવી ગઇ હોવાનું જણાવ્યું હતું, તો તે બાબતે પણ હજી અનેક સવાલોના જવાબ પોલીસ શોધી રહી છે. જો મામલો આપઘાતનો છે તો તેની પાછળ ક્યું કારણ જવાબદાર છે ? દેરાણી-જેઠાણી સાથે આપઘાત કરે તેવી શક્યતાઓ ઘણી ઓછી છતાં તે દિશામાં પોલીસ તપાસ કરશે. મધુબેન અને ભીખીબેનના મોતે રહસ્યો સર્જ્યા અને ઘટનાના 3 દિવસ બાદ પણ અકબંધ છે.

સોમવારે મોટરમેન સાથે વાત થશે
સોમવારે ટ્રેનના ડ્રાઇવર સાથે વાતચીત થયા બાદ જ આ મામલો વધુ સ્પષ્ટ થશે. પરિવારજનો પણ સ્વસ્થ થાય ત્યારબાદ તેમની પણ પૂછપરછ કરીશું. ઘટનાને લઇને હાલમાં તો વધુ કોઇ હકીકત બહાર આવી નથી. - શાહરૂખ સિદ્દિક, પોલીસ સબ ઇન્સપેક્ટર, નડિયાદ રેલ્વે સ્ટેશન

X
The mystery of why and how both women reached the scene with the baby girl

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી