નડિયાદના યુવકે સ્વચ્છતા સાથે પાણીની પણ બચત થાય તે માટે અનોખું સેન્સર વિકસાવ્યું!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર શૌચાલયમાં સિસ્ટમ લગાવાય તો હજારો લીટર પાણીની બચત થઇ શકે

નડિયાદ: નડિયાદના અલિન્દ્રા ગામે રહેતા મિતેષ જયેશભાઈ મારૂ જીસેટ કોલેજમાં એન્જિનીયરીંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. ગંદકીના સાફ-સફાઈ માટે નેનો ટેકનોલોજીથી  સફાઇ થાય અને પાણીનો વ્યય ન થાય તેવો વિચાર આવ્યો હતો. છ મહિનાની મહેનત બાદ તેને ખાસ સેન્સર બનાવવામાં સફળતા મળી છે. આ અંગે મિતેષે જણાવ્યું હતું કે, આ સીસ્ટમનું નામ એમ સીરીઝ ઓટો મેશન સીસ્ટમ આપ્યું છે. 
આ સીસ્ટમમાં મુખ્યત્વે ઈલેક્ટ્રોનીકલ વાલ, સેન્સર તેમજ કોમ્પ્યુટર પ્રોગ્રામીંગથી તૈયાર થયેલી છે. આ પુરેપુરી સીસ્ટમ ઇલેક્ટ્રીકલ છે. જો કે, માત્ર એક ડીમ લાઇટનો બલ્બ બળે તેટલું જ લાઇટ બીલ આ સીસ્ટમથી આવે છે. વધુમાં આ સીસ્ટમ 24 ડીસી વોલ્ટ ઉપર જ કામ કરે છે. સેન્સરની રેન્જ આશરે 13 મીટર સુધીની છે. પાણીનું પ્રેસર 120થી 150 પીએસઆઈ જેટલું ધરાવે છે. માત્ર 500થી 600 મીલી લીટર પાણીમાં જ શૌચાલયના ટબ પાણીથી ઓટો મેટીકલી રીતે સાફ થઇ જાય છે. આ સીસ્ટમને તૈયાર કરવામાં એક યુનીટ દીઠ ઇલેક્ટ્રીક સામગ્રી તથા અન્ય મળી કુલ રૂ.બે હજારથી અઢી હજારના ભાવે તૈયાર થઇ શકે છે. 

જાહેર સ્થળે લગાવવાથી અનેક ફાયદો થઇ શકે છે 
અલીન્દ્રિના મિતેષે બનાવેલા સેન્સર થકી રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, જાહેર શૌચાલયમાં નજીવા ખર્ચે લગાવી શકાય છે. જેથી એક તો પાણીની બચત થશે અને યોગ્ય સ્વચ્છતા પણ જળવાઇ શકશે. જોકે, જાહેર સ્થળો કે અન્ય જગ્યાએ આ સીસ્ટમ ફીટ કરવા માટે સ્ટેપીલાઇઝર મુકવું ફરજીયાત છે. જેના કારણે લાઇટ ડીમ – ફુલમાં આ સીસ્ટમનો કોઇ અસર પડે નહીં. જોકે, આ સીસ્ટમનો નડિયાદના મરીડા ભાગોળ ખાતે આવેલા મેલડી માતાના મંદિરના શૌચાલયમાં ટેસ્ટીંગ માટે મુકાઇ હતી. એક સપ્તાહ સુધી ટેસ્ટીંગ બાદ ખુટતી કડીઓ રીપેર કરવામાં આવી હતી.

ઉપરકરણ ક્યાં ક્યાં ઉપયોગમાં લઇ શકાય
પાણીની ટાંકી ઓટોમેટીક ભરાઇ જાય એટલે બંધ કરી શકાય તે માટે. ટપક સિંચાઇ પધ્ધતીથી ખેતી કરવા માટે. ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં મશીનરીને ઠંડી કરવા માટે. વોટર ટબ સેન્સર.