તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કઠલાલ પાસે પતિની નજર સામે જ પત્નીનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • મહુધાના વાસણાના દંપતીને રસ્તો ઓળંગવા જતાં કાર ચાલકે હડફેટે લીધા

નડિયાદ: કઠલાલ નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર કારની ટક્કરે પતિની નજર સામે જ પત્નીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પિયરમાં બધાને મળીને પતિ સાથે ઘરે પરત ફરતાં ઘટના બની હતી. મહુધા તાલુકાના વાસણા ખાતે રહેતા પ્રવિણભાઇ પરષોત્તમભાઇ પંચાલ પોતાના પત્ની સુરેખાબેનને લઇને તેમના કઠલાલના ફુલછત્રપુરા ગામમાં આવેલા પિયરમાં ગયા હતા. જ્યાં બધાને મળીને તેઓ પત્ની સાથે પરત જવા માટે અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર આવ્યા હતા. જ્યાં માર્ગ ઓળંગતી વખતે પુરપાટ ઝડપે આવી રહેલ કારના ચાલકે સુરેખાબેનને અડફેટે લેતાં તેમને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. 

ચકલાસી પાસે વાહનની ટક્કરે રાહદારીનું મોત
ચકલાસી નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર ભગવાનપુરા સીમમાં કોઇ અજાણ્યા વાહનના ચાલકે માર્ગ ઓળંગી રહેલા 55 થી 60 વર્ષના આશરાના અજાણ્યા આધેડને અડફેટે લેતાં તેમને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ હાઇવે ઓથોરીટીને કરવામાં આવતાં, ટીમે સ્થળ ઉપર જઇ, અજાણ્યા આધેડના મૃતદેહ મામલે તપાસ હાથ ધરાઇ છે.