તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના લીધે અગિયારસ મંગળા આરતીના દર્શન TVમાં કર્યા, સાંજે શ્રીજીમહારાજની સવારીમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

ડાકોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાકોરઃ ડાકોર રણછોડરાયજી મંદિર નિર્માણના ઇતિહાસમાં પહેલી વખત શુક્રવારે વૈષ્ણવ અગિયારસના દિવસે જ શ્રદ્ધાળુઓ રણછોડરાયજી દર્શનથી વંચિત રહ્યા છે. રણછોડરાયજી મંદિરમાં 7.45 કલાકે મંગળા આરતી સમયે અને તે બાદ તમામ ભોગના દર્શન યાત્રિકો અને દર્શનાર્થીઓએ મંદિર બહાર મૂકવામાં આવેલા ટેલિવિઝનના માધ્યમથી દર્શન કર્યા હતા. વળી કેટલાકે કેબલ TV તો મોબાઈલ ધારકોએ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન દર્શન કરી સંતોષ માન્યો હતો.

અગિયારસ હોવાથી મોટી સંખ્યામાં લોકો જોડાયા
ડાકોરમાં દૈનિક નિયમની અગિયારસ નિયમિત મંગળા કરતા દર્શનાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે. પ્રભુના સન્મુખ દર્શન ન થવાથી એક પ્રકારે બેચેની પણ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત બહારગામથી આવેલા યાત્રિકો દર્શન ન થવાથી નિરાશ જોવા મળ્યા હતા.  જો કે આજે અગિયારસ હોવાથી રણછોડરાયજી મંદિરના નિયમ મુજબ મંદિરમાંથી પ્રભુ રણછોડરાયજીના બાલકૃષ્ણ લાલજી મહારાજને સાંજે ઉત્થાપન આરતી બાદ મુખ્ય મંદિરથી લક્ષ્મીજી મંદિર સુધી લઈ જવામાં આવે છે. શુક્રવારે અને અગિયારસે નીકળતી શ્રીજી મહારાજની આ સવારીમાં અનેક યાત્રિકો અને દર્શનાર્થીઓ જોડાય છે. આજે શુક્રવાર અને વળી અગિયારસ પણ હોઈ શ્રીજીમહારાજની સવારીમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સાંજે બાલકૃષ્ણ લાલજી મહારાજની સવારીના દર્શન થતા શ્રધ્ધાળુઓમાં ઉમંગની લાગણીઓ ઉછળી હતી.

અન્ય સમાચારો પણ છે...