તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદ: શહેરના સંતરામ મંદિરમાં પોષી પૂનમના પાવન પર્વે જય મહારાજના ગુંજારવ સાથે મંદિર પ્રાંગણમાં હજારો મણ બોરની ઉચ્છામણી કરાઈ હતી. સાક્ષર નગરી સંતરામમય બની હતી. સંતરામ મહારાજ જ્યાં સાક્ષાત બિરાજમાન હોવાની અનુભૂતિ લાખો શ્રદ્ધાળુઓને થાય છે તે સંતરામ મંદિરમાં શુક્રવારે પોષી પૂનમે સવારથી જ શ્રધ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. સવારે દર્શન ખુલ્યા ત્યારથી જ મંદિરમાં પૂનમ હોવાથી દર્શનાર્થીઓ આવી પહોંચ્યા હતા અને દર્શન કરીને, બોરની ઉચ્છામણી કરીને ધન્યતા અનુભવી હતી. આસ્થા સાથે કેટલા મણ બોરની ઉચ્છામણી થઇ તે નહીં પણ મંદિરમાં જોવા મળેલી ભીડ જ આસ્થાની પુષ્ટિ આપનારી હતી.
નડિયાદ : સંતરામ સર્કલ પર ચક્કાજામની સ્થિતી સર્જાઇ
નડિયાદ શહેરમાં શુક્રવારે પૂનમને પગલે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ત્યારે શહેરમાં ટ્રાફિક ચક્કાજામમાં અનેક લોકો ફસાયા હતા. શહેરના બસ સ્ટેન્ડથી લઇને પારસ સર્કલ સુધીના માર્ગ ઉપર અવ્યવસ્થા જોવા મળી હતી. ખાસ કરીને સંતરામ સર્કલ ઉપર તો ચક્કાજામની સ્થિતી સર્જાઇ હતી. જેમાં 20 મિનીટથી વધુ સમય માટે એક એમ્બ્યુલન્સ પણ ફસાઇ ગઇ હતી. શહેરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેની જાણ હોવા છતાં પણ કેમ ટ્રાફિક પોલીસ દ્વારા કોઇ નક્કર પગલાં ભરવામાં ન આવ્યા તેને લઇને નગરજનોમાં પણ નારાજગી જોવા મળી હતી.
ડાકોર : સેંકડો ભાવિકોએ રાજા રણછોડના દર્શનનો લહાવો લીધો
ડાકોરમાં શુક્રવારે પોષી પૂનમે રાજા રણછોડરાયના અમૂલ્ય દર્શનનો લ્હાવો લેવા માટે ભાવિકોનો મહેરામણ ઉમટ્યો હતો. વહેલી સવારે શ્રીજીની મંગળા આરતીના દર્શનથી લઇ છેક રાત્રે દર્શન બંધ થતા સુધી શ્રીજીના દર્શન કરવા માટે ભીડ રહી હતી. પ્રભુના દર્શન કરી ભાવિકો હરખઘેલા બન્યા હતા. સંઘમાં આવેલા યાત્રિકોએ મંદિરના શિખર પર ચઢાવવા માટે ધજાજી અર્પણ કરી હતી. મંદિરમાં જમા કરાવાયેલી ધજાને એક પછી એક ઊંચા શિખર પર ચઢાવાઇ ત્યારે જય રણછોડના નાદથી વાતાવરણ ભક્તિસભર બન્યું હતું.
ઉમરેઠ સંતરામ મંદિરે બોરની ઉછાણી કરીને બાધા પૂર્ણ કરી
ઉમરેઠના શ્રી સંતરામ મંદિરના 160માં વાર્ષિકોત્સવ નિમિત્તે શુક્રવારે પોષી પૂનમના દિવસે શ્રી સંતરામ મંદિરમાં સાકર-બોરની વર્ષા કરાઈ હતી. મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ તેમજ વિવિધ સંતરામ મંદિરની ગાદીના મહંતો દ્વારા આરતી કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતાં. આરતી બાદ જય મહારાજના નાદ સાથે લોકોએ સાંકર-બોર વર્ષા કરી હતી. સાકર-બોર વર્ષાના મહત્ત્વ વિશે મંદિરના મહંત ગણેશદાસજી મહારાજે જણાવ્યું કે, એક માન્યતા છે કે બાળક તેની ઉંમર પ્રમાણે બોલતુ ન હોય તો સંતરામ મંદિરમાં સાકર-બોર વર્ષા કરવાની બાધા રાખે તો તે બાળક જલ્દી બોલતું થાય છે.
50-60 રૂ. કિલો બોર વેચાયા
આજના દિવસ માટે બોરની માંગે તે કિંમત શ્રધ્ધાળુઓ આપે છે. ગુરૂવાર સુધી 20 રૂ. કિલોના ભાવે મળતાં બોર શુક્રવારે 50 થી 60 રૂ. અને કેટલીક જગ્યાએ 80 રૂ. કિલોના ભાવે પણ વેચાયા હતા. જોકે તેમછતાં ખરીદીમાં કોઇ કમી આવી ન હતી.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.