તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

180 લોકોનો સંઘ શ્રીનગર નજીક ફસાયો, તંત્રની મદદથી રાહત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • વૈષ્ણોદેવી દર્શન કરી શ્રીનગર પહોંચ્યા ત્યાંથી કટરાના માર્ગમાં ભૂસ્ખલનથી દોઢ દિવસ અટાવાયા

નડિયાદ: નડિયાદ શહેરના વૈષ્ણોદેવી યાત્રા સંઘ 1લી જાન્યુઆરીએ નડિયાદથી જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાં 450 જેટલા યાત્રાળુઓ સાથે કટરા પહોંચ્યો હતો. વૈષ્ણોદેવીના દર્શન કર્યાં હતાં.  બાદ 180 વ્યક્તિનું 1 જુથ 5મી તારીખે શ્રીનગર પહોંચ્યું હતું. શ્રીનગરથી બસમાં નીકળ્યા બાદ 70 કિલોમીટર દુર બનીહાલ પાસે ભુસ્ખલનના કારણે દોઢ દિવસ જામ થયેલા ટ્રાફિકમાં અટવાઇ ગયાં હતાં. 
અટવાયેલા યાત્રિકોએ બીજા દિવસે શનિવારે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણન પાસે મદદ માંગી હતી. જેથી તેમણે રેલવેના જનરલ મેનેજરને યાત્રિકો માટે 1 સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. રેલવે દ્વારા હિલ્લર શાહાબાદ સ્ટેશનથી બલિહાલ સુધી 1 ખાસ ટ્રેન દોડાવાઈ હતી. સાંજના 6.30 ના આસરામાં યાત્રિકો બલિહાલ પહોંચ્યા હતા, જ્યાંથી તેમણે કટરા પહોંચવા માટે અન્ય વાહનની વ્યવસ્થા કરવાની તજવીજ હાથ ધરી છે. કટરાથી રવિવારની નડિયાદ પરત આવવાની ટ્રેન હોવાથી કટરા પહોંચવા માટે હાલમાં બસ કે ખાનગી વાહનમાં વ્યવસ્થા થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

શુક્રવારના ફસાયા, કટરા પહોંચવા મથીએ છીએ 
સંઘમાં વૈષ્ણોદેવી ગયેલા નડિયાદ ફાયર બ્રિગેડના ફાયર સુપ્રિટેન્ડન્ટ દિક્ષીતભાઇ પટેલનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, અમે શુક્રવારે સવારના ફસાયા છીએ. અમે સાંસદ પાસે મદદ માંગતા તેઓએ ટ્રેનની વ્યવસ્થા કરી છે. જોકે અમે હજી બનિહાલ પહોંચશું પરંતુ ત્યાંથી કટરા જવાની કોઇ વ્યવસ્થા થઇ નથી. હાલમાં કોઇપણ રીતે કટરા પહોંચવું જરૂરી છે. 70 થી વધુ મહિલાઓ અને બાળકો સાથે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો