કપડવંજની સગીરા ઉપર દુષ્કર્મનો પ્રયાસ: નજીકમાં જ રહેતા યુવક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • ચોકલેટ લઇ આપવાના બહાને લઇ જઇ નદીની કોતરમાં દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો

નડિયાદ: કપડવંજમાં રહેતી 7 વર્ષની સગીરાને નદીની કોતરમાં લઇ જઇને તેની ઉપર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરનાર શખ્સ વિરૂધ્ધ કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કપડવંજમાં રહેતા પરિવારની 7 વર્ષની દીકરીને નજીકમાં જ રહેતો દિલીપ બુધાભાઇ પરમાર નામનો શખ્સ ચોકલેટ અપાવવાના બહાને બાઇક ઉપર બેસાડીને લઇ ગયો હતો. દીકરીને સીધો મહોર નદીની કોતરમાં લઇ જઇ તેની ઉપર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે માસુમ બાળકીએ બૂમાબૂમ કરતાં, પકડાઇ જવાની બીકે દિલીપ ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલે પરિવારે કપડવંજ રૂરલ પોલીસ મથકે દુષ્કર્મનો પ્રયાસ કરનાર દિલીપ પરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા કપડવંજ સી.પી.આઇ. દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 

5 વર્ષની બહેનને પાનના ગલ્લે ઉતારી
દિલીપ 7 વર્ષની સગીરાની સાથે સાથે તેની 5 વર્ષની નાની બહેનને પણ ચોકલેટની લાલચ આપીને પોતાની સાથે લઇ ગયો હતો. જોકે 5 વર્ષની દીકરીને તેણે પાનના ગલ્લે જ ઉતારી દીધી હતી અને ત્યારબાદ તે 7 વર્ષની બાળકીને નદીની કોતરમાં લઇ ગયો હતો.

( અહેવાલ-ધૃતિ મિસ્ત્રી, નડિયાદ)