તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારે હિમવર્ષાને કારણે વૈષ્ણોદેવી ગયેલા ખેડાના 180 જેટલા ગુજરાતીઓ ફસાયા, સાંસદને જાણ થતા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરાવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • છેલ્લા 2 દિવસથી પ્રવાસીઓની 5 બસ ફસાઈ છે
  • તમામ ગુજરાતીઓ ખેડા અને આણંદ જિલ્લાના
  • હિલ્લર શાહાબાદથી બનીહાલ પહોંચવા માટે સાંસદે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી

ખેડાઃ વૈષ્ણોદેવી યાત્રા કરવા માટે ગયેલા 180 જેટલા ગુજરાતીઓ ફસાયા છે. આ તમામ ગુજરાતીઓ ખેડા અને આણંદ જિલ્લાના છે. મહત્વનું છે કે, જમ્મુમાં ભારે બરફવર્ષા થવાના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. જેને કારણે પ્રવાસીઓ ફસાયા છે. છેલ્લા 2 દિવસથી પ્રવાસીઓ ફસાયા છે. લેન્ડસ્લાઇન્ડિંગને કારણે હાઇવે બંધ કરવામાં આવ્યો છે. કાઝીગંડ અને જવાહર ટનલ વચ્ચે પ્રવાસીઓની બસ ફસાઈ છે. પ્રવાસીઓની 5 બસ ફસાઈ છે.

સાંસદે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી
છેલ્લા 2 દિવસથી પ્રવાસીઓ બરફની વચ્ચે ફસાયેલા હોવાથી તેમની હાલત કફોડી બની ગઈ છે. આ મામલે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે તમામને મદદ પહોંચાડવા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી છે. હિલ્લર શાહાબાદથી બનીહાલ પહોંચવા માટે સાંસદે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી આપી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો