હુમલાના કેસમાં પૂર્વ ધારાસભ્ય અને તેના પિતાને ત્રણ વર્ષની કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2013માં દેડિયાપાડાના ધારાસભ્ય પર હુમલો કરાયો હતો
  • કોંગ્રેસના ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટના પિતા વેચાતભાઇ પંચમહાલ લોકસભાની બેઠક પર ચૂંટણી લડ્યા હતા

લુણાવાડા: 2013ની પેટા ચૂંટણીના પ્રચારમાં આવેલા દેડીયાપાડાના ધારાસભ્ય પર સંતરામપુર તાલુકાના સરસવા ચારરસ્તા પાસે હુમલો થયો હતો. જેમાં  પંચમહાલ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર વેચાતભાઈ ખાંટ તેમજ મોરવા હડફ ના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર વેચાતભાઈ ખાંટને ૩ વર્ષ કોર્ટ દ્વારા સાદી જેલની સજા ફટકારાઇ છે. જેને લઇને રાજકીય મરોચે ચકચાર મચી ગઇ હતી.

સંતરામપુર તાલુકાના સરસવા ચાર રસ્તા પર તા.૦૧/૦૬/ ૨૦૧૩ના રોજ મોરવા હડફની ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણીમાં ડેડીયાપાડાના ભાજપના ધારાસભ્ય મોતીભાઈ પુનીયાભાઈ વસાવા તેમજ તેમની ટીમ પર સવારે ૯ થી ૯.૩૦ વચ્ચે ૧૫ જેટલા આરોપીઓ દ્વારા ટોમી, પાઈપો, અને હોકી સ્ટીક વડે હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે  ગુન્હો સંતરામપુર પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. આ ગુન્હામાં આજરોજ એડીશનલ ડીસ્ટ્રિકટ જજ ડી.એલ.પટેલ દ્વારા  વેચાતભાઈ કુબેરભાઈ ખાંટ તેમજ  ભુપેન્દ્ર વેચાતભાઈ ખાંટને ૩ વર્ષ સાદી જેલની સજા ફટકારવામાં આવી હતી.અન્ય  આરોપીઓ પૂરાવાના અભાવે નિર્દોષ છૂટ્યા હતા.અત્રે નોંધનીય છે કે આરોપીઓ પંચમહાલ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર વેચાતભાઈ ખાંટ તેમજ મોરવા હડફ ના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર વેચાતભાઈ ખાંટ પિતા પુત્ર છે.
​​​​​​​
બનાવના દિવસે સરસવા ચાર રસ્તા પર ભાજપ માટે પ્રચાર કરી રહેલા ડેડીયાપાડાના એમ.એલ.એ મોતીભાઈ પુનિયાભાઈ વસાવા અને તેમની ટીમ પર વેચાતભાઈ ખાંટ અને ભુપેન્દ્ર વેચાતભાઈ ખાંટ અને તેમની સાથે રહેલા માણસો દ્વારા કરવામાં આવ્યો હતો હુમલો જેમાં કુલ ૧૫ આરોપીઓ સામે ફરિયાદી ચંદુભાઈ કટારા એ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ આપી હતી.જે ગુન્હા સંદર્ભે  સરકારી વકીલ સરજન ડામોર દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલો ને ગ્રાહ્ય રાખી એડીશનલ ડસિ્ટ્રિક્ટ જજ ડી. એલ.પટેલ દ્વારા આજરોજ સજા ફટકારવામાં આવી હતી સાથે સાથે ૧૫૦૦૦ હજારના બોન્ડ પર ૬૦ દિવસના વચગાળાના જમીન પણ આજરોજ આપવામાં આવ્યા હતા. આઈપીસી કલમ ૩૨૩, ૪૨૭ ૧૩૫ જિ.પી ૧૪૭ ,૧૪૮,૧૪૯  હેઠળ ૩ વર્ષ સાદી જેલ ની સજા ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.