તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણ વાઘ હોવાની વાત ખોટી, 10 નાઈટ વિઝન કેમેરા લગાવ્યાઃ વન વિભાગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘની પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
વાઘની પ્રતિકાત્મક તસવીર

લુણાવાડા: તાલુકાનાં ગઢ પાસેના વન વિસ્તારમાં ફરીવાર વાઘ દેખાયો હોવાનો દાવો કરાયો છે. આ અંગે એક બકરા ચરાવતા એક ગોવાળના જણાવ્યા અનુસાર ત્રણ વાઘ મારી પાછળ દોડ્યા હતા.આ ઉપરાંત આ અગાઉ સવારે એક ગાયનું પણ મારણ કર્યું હતું. મહીસાગર જિલ્લામાં વાઘની પુષ્ટિ થયાં બાદ સ્થાનિકોએ ત્રણ વાઘ જોવા મળ્યા હોવાનો દાવો કર્યો છે. પરંતુ વધુ બે વાઘ હોવાના દાવાને વન વિભાગે ફગાવ્યો છે. વન વિભાગે જંગલમાં એક સપ્તાહ પૂર્વે દેખાયેલો એક જ વાઘ હોવાનું જણાવ્યું હતું. આમ છતાં જંગલમાં બીજા વાઘ છે કે નહિં, તે અંગે તપાસ ચાલુ છે.

 

આ અંગે આર.એફ.ઓ. રોહિત પટેલે જણાવ્યું હતું કે, શુક્રવારે ગઢ ગામના લોકોએ 3 વાઘ જંગલમાંથી આવીને 4 બકરાનો શિકાર કર્યો હોવાનો દાવો કર્યા બાદ વન વિભાગ દ્વારા ઘનિષ્ઠ તપાસ શરૂ કરાઈ છે.