તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોસ્ટ એજન્ટ દંપતીએ 3.80 કરોડનું ફૂલેકું ફેરવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેજલપુરના પોસ્ટ એજન્ટ દંપતીની પોલીસે હાલોલથી ધરપકડ કરી
  • 4 ઓકટોબરે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 14મી સુધીના રીમાન્ડ મંજૂર કર્યા
  • પોસ્ટ ઓફિસે 4.16 લાખની છેતરપિંડીની ફરિયાદ નોધાવી હતી
  • છેતરપિંડીનો આંકડો હજુ વધવાની શક્યતા સેવાઇ રહી છે

ગોધરા: વેજલપુર પોસ્ટ એજન્ટ દંપતિએ ખોટી પાસબુક  બનાવીને  લોકો   પાસેથી પોસ્ટની વિવિધ સ્કીમોમાં નાણાં રોકાણ કરવા  નાણાની ઉધરાણી કરીને  પોસ્ટના ખોટા સહિ  સિક્કા  કરીને કરોડની છેતરપીંડી કરી હતી.  પોસ્ટ ઓફિસના કર્મીએ  દંપતિ  વિરૂદ્ધ  ફક્ત 4.16  લાખની છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોધાવી હતી.  એલસીબી  પોલીસે પોસ્ટ દંપતિને પકડીને 10 દિવસના રીમાન્ડ મેળવ્યા છે. ત્યારે પોસ્ટ એજન્ટ  દંપતિએ 36 રોકાણકારોના 3.80 કરોડની છેતરપીંડી કરી હોવાનુ઼ બહાર આવ્યું છે.

વેજલપુર પોસ્ટ ઓફીસમાં પોસ્ટ એજન્ટ આરોપી ભાવેશકુમાર સુથાર તથા તેની પત્ની સોનલબેન સુથાર બંને રહે. ચંદન સોસાયટી વેજલપુરે કાવતરૂ ઘડી તેઓની પોસ્ટ એજન્ટની ફરજ દરમ્યાન અન્ય ના એકાઉન્ટ નંબર નો ઉપયોગ કરીને ખોટી પાસબુક બનાવી તેમાં ડીપોઝીટ બતાવી તમામમાં પોસ્ટ માસ્તરની ખોટી સહિ તથા સીક્કા કરી કુલ  4.16 લાખની રકમ ગ્રાહકો પાસેથી લઇ અંગત ઉપયોગમાં કરી પોસ્ટ ઓફીસના ખાતામાં જમા ન કરી ગ્રાહકના નામના ખોટા દસ્તાવેજ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી ગ્રાહકો અને પોસ્ટ ખાતા સાથે છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરી નાશી જઇ ગુન્હો કર્યા વિગેરેની લેખિત ફરીયાદ વેજલપુર પો.સ્ટે. માં ફરીયાદ દાખલ થયેલ છે. 

ગોધરા એલસીબી પોલીસ ઇન્સ્પેકટર ડી.એન.ચુડાસમા નાઓએ તપાસ કરતા  દંપતિ પોસ્ટ એજન્ટે વેજલપુર તથા કાલોલ તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઇસમોને વિશ્વાસમાં લઇ તેઓની પાસેથી પોસ્ટઓફીસ વેજલપુર ખાતે જુદી જુદ સ્કીમોમાં નાણા રોકવા માટે નાણા લઇ ગુનો આચરેલનુ જણાય આવેલ જેમાં આ એજન્ટ દંપતિઓ કુલ ૩૬ લોકોના મળી કુલ રૂ. 3.78.79.670ની ઉચાપત કરી છેતરપીંડીનુ તપાસમાં જણાય આવેલ છે.  પોસ્ટ એજન્ટ દંપતિને હાલોલ પાસેથી પકડી પાડયા હતા. તેઓને 4 ઓકટોબરે કોર્ટમાં રજુ કરતા઼ કોર્ટે 14 ઓકટોબર સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા.

પોસ્ટ એજન્ટે ઠગેલા નાણાંની યાદી 
* પ્રભાતસિંહ ચૌહાણ, બેઢીયા  1.16.000 * ઉપેન્દ્રકુમાર પંચાલ, વેજલપુર 2.00.000 * શાંતીભાઇ વણકર, કનોડ  1.00.000 * ચેતનાબેન સોની,  વેજલપુર  1.32.43.000 * ત્રીકમદાસ જસાણી, વેજલપુર 1.04.86.550 * જીતેનકુમાર શાહ, વેજલપુર  19.75.000 * ભરતકુમાર સોની, વેજલપુર 8.72.000 * વખતસિંહ સોલંકી, ભાણપુરા 6.00.000 * આશાબેન જોષી, વેજલપુર 14.20.000 * રીટાબેન ઉપધ્યાય, સુરેલી 5.13.000 * દીલીપસિંહ ઠાકોર , જીતપુરા 4.05.000 * શારદાબેન ચૌહાણ,એરાલ 1.00.000 * મધુબેન સોલંકીની, જીતપુરા 3.50.000 * મનોજભાઇ પટેલ, વેજલપુર 3.00.000 * પ્રભાતસિંહ ચૌહાણ, વેજલપુર 4.50.000 * હીમંતસિંહ ચોહાણ, વેજલપુર 13.50.000 * નીરવકુમાર પટેલ, વેજલપુર  2.00.000 * તુષર ઉપાધ્યાય, સુરેલી  2.04.000 * મંજુલાબેન ઠાકોર, જીતપુરા 1.15.000 * જશોદાબેન પટેલ, વેજલપુર 1.11.450 * સંજયકુમાર પટેલ, વેજલપુર 4.97.000 * રતનાભાઇ તીરગર,કાનોડ 3.00.000 * અતુલકુમાર પટેલ,ઇસરોડીયા 10.00.000 * ભારતસિંહ પરમાર, તોરણા 70.000 * ઇલ્યાસભાઇ મન્સુરી, વેજલપુર 5.89.370 * કોસ્તુફભાઇ જોષી, વેજલપુર 58.000 * જાગૃતીબેન પટેલ, વેજલપુર 55.000 * મયુરકુમાર મોચી, વેજલપુર  3.00.000 * દીલીપસિંહ ચૌહાણ, બેઢીયા  1.25.000 * મંજુલાબેન ભોઇ, વેજલપુર 30.000  * ગોપાલભાઇ ભોઇ, વેજલપુર 2.25.000 * અનિલકુમા પરમાર, જીતપુરા 90.200 * ધનાભાઇ પઢીયાર, વેજલપુર 1.14.100 * દિલીપુમાર સોની રહે. વેજલપુર 3.27.500 * સાગરભાઇ ભોઇ, વેજલપુર 8.95.500 * સંગીતાબેન વરીયા,ગોધરા 92.000 * કુલ  3.78.79.670