• Gujarati News
  • National
  • The Inspector Of Kachiya Came To The Accident By Inspecting The Work Of The Society Hall

સમાજના હોલના કામનું નિરીક્ષણ કરીને આવતાં કાછિયા સમાજના મોભીઓને અકસ્માત નડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંબાવ પાસે પુરપાટ આવતી લક્ઝરીએ કારને ટક્કર મારતા 4ના મોત
  • અક્સ્માતમાં કાછીયા સમાજના પ્રમુખ તથા બે ટ્રસ્ટીઓના મોતથી કાછીયા સમાજ તથા સ્વામિનારાયણ સંત્સગી મંડળ શોક મગ્ન

ગોધરા: ગોધરાના કાછીયા સમાજ પંચના હરીભક્તો રવિવારે શરદ પૂનમ હોવાથી વડતાલધામ ખાતે દર્શન કરવા પહોચ્યા હતા. અને વડતાલધામમાં ગોધરા કાછીયા સમાજના હોલનું કામ પણ ચાલુ હોવાથી સમાજના પ્રમુખ, ટ્રસ્ટીઓ તથા હરીભક્તો વડતાલ ખાતે સવારે પોહચીને  વડતાલ મંદિર ખાતે દર્શન કરીને નવિન બનતાં હોલનું નિરીક્ષણ કરીને લક્ઝુરીયસ કારમાં ગોધરા કાછીયા સમાજ પંચના પ્રમુખ ધનશ્યામભાઇ નગીનદાસ કોઠારી, ટ્રસ્ટી રસીકલાલ ચંદુલાલ પટેલ, ટ્રસ્ટી તથા વડતાલના ભુતપૂર્વ ટ્રસ્ટી અંરવિદભાઇ વિઠ્ઠલભાઇ પટેલ, હરિપ્રસાદ શંકરલાલ પટેલ તથા સમાજના અગ્રણી સુરેશભાઇ દલસુખભાઇ પટેલ ગોધરા પરત આવતાં હતા. 
તે દરમિયાન ખેડાના અંબાવ પાસેના રોડ ઉપર પુરપાટ આવતી લકઝરી ગાડીએ કારને જોરદાર ટક્કર મારતાં ચારના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે હરિપ્રસાદ પટેલને ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માતના સમાચાર ગોધરામાં વાયુવેગે પ્રસરતાં વડતાલ પહોંચેલા હરિભક્તો તથા ગોધરાથી કાછીયા સમાજના સભ્યો ડાકોર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. કાછીયા સમાજના અગ્રણીઓ અને સતત સમાજના કાર્યમાં પરોવાયેલા ચારના મોત થતાં સમગ્ર સમાજમાં શોકનું મોજુ઼ ફરી વળ્યું હતું.

મૃતકની યાદી 
* ધનશ્યામભાઇ નગીનદાસ કોઠારી, કાછીયા સમાજ પંચના પ્રમુખ * રસીકલાલ ચંદુલાલ પટેલ, સમાજના ટ્રસ્ટી * અંરવિદભાઇ વિઠ્ઠલભાઇ પટેલ,સમાજના  ટ્રસ્ટી તથા ભુતપૂર્વ વડતાલના ટ્રસ્ટી * સુરેશભાઇ દલસુખભાઇ પટેલ, સમાજના અગ્રણી

અંતિમ યાત્રા 8 વાગે નિકળશે
ગોધરા કાછીયા સમાજના અગ્રણીઓના મોત થયા હતા. સમાજના મૃતક મોભીઓની અંતીમ યાત્રા આજે સવારે આઠ કલાકે નીકળશે. જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો પણ ઉપસ્થિત રહેશે.