તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસો નવરાત્રી માટે તંત્રે સુરક્ષા સહિતની સુવિધાઓ માટેની તૈયારીઓ શરૂ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ તંત્ર તથા સીસીટીવી દ્વારા ચાંપતી નજર
  • એસટી નિગમ તથા વીજ કંપનીના કર્મીઓ પણ ખડે પગે રહેશે

પાવાગઢ: 29 સપ્ટેમ્બરથી આસો નવરાત્રીનો આરંભ થતા યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાલી માતાજીના ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડશે જેને લઈ વહીવટ તંત્ર સજ્જ બની આવનાર દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા સુવિધાઓ માટે આખરી ઓપ આપી રહ્યા છે.

સવારે 4 વાગ્યે મંદિર ખુલશે અને રાત્રે 9 વાગ્યે દર્શન બંધ થશે
શક્તિપીઠ પાવાગઢ ખાતે મા કાળીકાના ભક્તો માતાજીના દર્શન કરવા ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, આઠમ, પૂનમ તેમજ શનિ - રવિવારની રજામાં મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે 29 સપ્ટેમ્બરને રવિવારના રોજ થી આસો નવરાત્રી નો આરંભ થવા જઈ રહ્યો છે. માતાજીના ભક્તો દર્શન કરવા નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં આવતા હોય છે. પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા આસો નવરાત્રી દરમિયાન તારીખ 29 સપ્ટેમ્બરથી માતાજીના દર્શન વહેલી સવારના 4 વાગે ખુલ્લા મુકશે જે મોડી રાત્રે 9:00 વાગે દર્શન બંધ થશે. ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના ભક્તોને શાંતિ પૂર્વક દર્શન થાય તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

સીસીટીવી કેમરાથી બાજ નજર
યાત્રિકોની સલામતી અને સુરક્ષા ધ્યાને લઈ મંદિર પરિસરમાં સિક્યુરિટી તેમજ સીસીટીવી કેમેરા દ્વારા ચાપતી નજર રાખવામાં આવશે. જ્યારે પોલીસ તંત્ર દ્વારા ડીવાયએસપી, પી.આઈ, પી.એસ.આઇ, પોલીસ કોન્સ્ટેબલ, મહિલા પોલીસ કર્મચારી તેમજ જીઆરડીના જવાનો નવરાત્રી દરમિયાન ચુસ્ત બંદોબસ્ત સહિત સીસીટીવી કેમેરાથી વીડિયોગ્રાફી કરી બાજ નજર રાખવામાં આવશે.એસટી નિગમ દ્વારા યાત્રિકો માટે 40 ઉપરાંત બસો પાવાગઢ તળેટીથી પાવાગઢ ડુંગર માંચી સુધી અવિરત દોડતી રહેશે નવરાત્રીમાં વીજ પુરવઠો ખોરવાય તે માટે પણ વીજ કંપનીના કર્મચારીઓ પણ ખડે પગે રહી ફરજ બજાવશે.

પાવાગઢ માતાજીના મંદિરના દર્શનનો સમય
યાત્રાધામ પાવાગઢ ખાતેના માતાજીના મંદિરમાં આસો નવરાત્રીની શરૂઆત 29 સપ્ટેબર એકમ થી 13 ઓકટોબર પૂનમ સુધી શ્રી કાલિકા માતાજી મંદીર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમિયાન મંદીર 29 સપ્ટેબરથી રોજ સવારે 4 વાગે દર્શન કરવા ખુલશે અને રાત્રે 9 વાગે મંદીર બંધ કરશે.

અન્ય સમાચારો પણ છે...